ચીનની વિરુદ્ધ મારો ગુસ્સો સતત વધી રહ્યો છે : ડૉનલ્ડ ટ્રમ્પ

02 July, 2020 01:07 PM IST  |  Washington | Agencies

ચીનની વિરુદ્ધ મારો ગુસ્સો સતત વધી રહ્યો છે : ડૉનલ્ડ ટ્રમ્પ

ડૉનલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં કોરોના વાઇરસ સતત વધવાના કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનો ચીનના પ્રત્યે ગુસ્સો સતત વધતો જઈ રહ્યો છે. અમેરિકી સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે મહામારી પર તેઓ સંપૂર્ણ રીતે નિયંત્રણ કરી શકવાની સ્થિતિમાં નથી.

ટ્રમ્પે ટ્‌વીટ કર્યું કે ‘જેમ-જેમ હું આખી દુનિયામાં મહામારીનું ગંદું રૂપ ફેલાતું જોઈ રહ્યો છું, જેમાં અમેરિકાને મહામારીથી થયેલું મોટું નુકસાન પણ સામેલ છે, તેમ-તેમ ચીનની વિરુદ્ધ મારો ગુસ્સો વધતો જઈ રહ્યો છે.’ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી માટે ટ્રમ્પ બીજિંગને દોષી ગણાવતા રહ્યા છે. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલી ટ્રેડ-વૉરની વચ્ચે કોરોના વાઇરસની મહામારીએ તણાવ વધારી દીધો છે.

અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ સતત વધતા જઈ રહ્યા છે. સંક્રામક બીમારીઓના નિષ્ણાત ડૉ. એન્થની ફાઉચીએ મંગળવારે કૉન્ગ્રેસને જણાવ્યું કે ‘ચીજો ખોટી દિશામાં આગળ વધી રહી છે અને સ્પષ્ટ રીતે આપણે આના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિમાં નથી.’ તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર અને જનતા મહામારીને રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં અસફળ રહે છે તો અમેરિકામાં પ્રતિદિન ૧ લાખ કેસ સામે આવી શકે છે.

india china donald trump united states of america international news