કરાચીમાં દૂધ 94rs લીટરને પાર, વધી રહેલ દૂધનો ભાવ હાઈકોર્ટે નક્કી કર્યો

13 November, 2019 01:15 PM IST  |  Karachi

કરાચીમાં દૂધ 94rs લીટરને પાર, વધી રહેલ દૂધનો ભાવ હાઈકોર્ટે નક્કી કર્યો

પાકિસ્તાનમાં દુધ મોંઘુ બન્યું

(જી.એન.એસ.) મોંઘવારીને કારણે પાકિસ્તાનમાં ચારેતરફ હાહાકાર મચી ગયો છે. શાકભાજીથી લઈને દૂધ સહિત તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભાવવધારાને રોકવા માટે હવે ત્યાંની હાઈ કોર્ટે દખલ કરવી પડી છે. પાકિસ્તાનની ટીવી ચૅનલના જણાવ્યા પ્રમાણે સામાન્ય લોકોની પરેશાનીને જોઈને હાઈ કોર્ટે દૂધનો ભાવ નક્કી કર્યો છે. સિંધ હાઈ કોર્ટે કહ્યું છે કે હવે કરાચીમાં ૯૪ રૂપિયા પ્રતિ લીટરથી દૂધ વેચવામાં આવશે.

હાઈ કોર્ટે કહ્યું કે જે પણ આનાથી વધારે ભાવે દૂધ વેચશે તેની સામે કોર્ટના અનાદરનો કેસ ચલાવવામાં આવશે. કરાચીમાં રહેતા ઇમરાન શહઝાદે આ મામલે હાઈ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે શહેરમાં અનેક જગ્યાએ દૂધ ૧૧૦ રૂપિયે લીટર મળી રહ્યું છે. આ મામલે વધારે સુનાવણી હવે પાંચમી ડિસેમ્બરના રોજ થશે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

પાડોશી દેશ પાકિસ્તાન આજકાલ મોંઘવારીના મારથી બેહાલ છે. અહીં દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાનમાં એક જ દિવસમાં ટમેટાંના ભાવમાં ૧૬૦ રૂપિયાનો વધારો થયો છે જેના કારણે પાકિસ્તાનનાં અનેક શહેરોમાં ટમેટાંનો ભાવ ૩૨૦ રૂપિયાને પાર થઈ ગયો છે.

world news pakistan