બિલ ગેટ્સને થયો કોરોના, કહ્યું-"ફરી હેલ્દી થવા સુધી થઈ રહ્યો છું આઇસોલેટ"

11 May, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

"હું કોવિડ સંક્રમિત થયો છું. મને સામાન્ય લક્ષણોનો અનુભવ થઈ રહ્યો છે અને જ્યાં સુધી હું ફરી સ્વસ્થ નહીં થઈ જાઉં, ત્યાં સુધી આઇસોલેટ રહીને વિશેષજ્ઞોની સલાહનું પાલન કરી રહ્યો છું."

બિલ ગેટ્સ (ફાઈલ તસવીર)

માઇક્રૉસૉફ્ટ (Microsoft)ના કૉ-ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates) કોરોનાવાયરસથી સંક્રમિત થઈ ગયા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. બિલ ગેટ્સે કહ્યું, "હું કોવિડ સંક્રમિત થયો છું. મને સામાન્ય લક્ષણોનો અનુભવ થઈ રહ્યો છે અને જ્યાં સુધી હું ફરી સ્વસ્થ નહીં થઈ જાઉં, ત્યાં સુધી આઇસોલેટ રહીને વિશેષજ્ઞોની સલાહનું પાલન કરી રહ્યો છું." તેમણે આગળ કહ્યું, "હું ભાગ્યશાળી છું કે મને વેક્સિન મૂકાઈ ગઈ છે અને મારી પાસે ટેસ્ટિંગ તેમજ સારી મેડિકલ કૅરની સુવિધા છે."

બિલ ગેટ્સ વિશ્વના ચોથા સૌથી ધનાઢ્ય શખ્સ છે. તેમની સંપત્તિ બ્લૂમબર્ગ બિલિયેનિયર ઇન્ડેક્સ પ્રમાણે હાલ 119 અરબ ડૉલર છે. બિલ ગેટ્સ અને તેમની પૂર્વ પત્ની મિલિંડા ગેટ્સ (Melinda Gates), Bill & Melinda Gates Foundation ચલાવે છે. સિએટલ સ્થિત `બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન` વિશ્વનો સૌથી પ્રભાવશાળી ખાનગી ફાઉન્ડેશન છે, જેની પાસે લગભગ 65 અરબ ડૉલરની રકમ છે. બિલ ગેટ્સ વૈશ્વિક મહામારી સામે લડવાના ઉપાયો, ખાસ ગરીબ દેશો સુધી વેક્સિન અને દવાઓ પહોંચાડવામાં પ્રમુખ સમર્થક રહ્યા. ગેટ્સ ફાઉન્ડેશને ઑક્ટોબરમાં કહ્યું બતું કે તે દવા કંપની `મર્ક`ની એન્ટીવાયરલ કોવિડ-19 ગોળીની જેનેરિક દવાઓને ઓછી આવક વાળા દેશો સુધી પહોંચાડવા માટે 12 કરોડ ડૉલર ખર્ચ કરશે.

બે વર્ષમાં પહેલી વાર એક સાથે આવી રહ્યા છે ગેટ્સ ફાઉન્ડેશન
બિલ ગેટ્સે એ પણ કહ્યું કે ગેટ્સ ફાઉન્ડેશન આજે બે વર્ષમાં પહેલીવાર એક સાથે આવી રહ્યા છે, અને હું નસીબદાર છું કે હું બધાને જોવા અને તેમની મહેનત માટે તેમનો આભાર માનવા માટે ટીમ્સમાં છું. અમે પાર્ટનર્સ સાથે કામ કરવાનું જાળવી રાખશું અને એ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયત્ન પણ કરશું કે આપણાંમાંથી કોઈએ પણ ફરીથી મહામારી સામે જજૂમવું ન પડે.

international news world news coronavirus covid19 covid vaccine bill gates