Mexico: બંદૂકધારીઓએ કર્યો ગોળીબાર, મેયર સહિત 18ના મોત, ગેન્ગે કર્યું આ એલાન...

06 October, 2022 07:39 PM IST  |  Mexico | Gujarati Mid-day Online Correspondent

મેયર કૉનરાડો મેંડોઝા અલ્મેડાની પાર્ટી PRDએ તેમની `કાયરતાપૂર્ણ` હત્યાની નિંદા કરી અને ન્યાયની માગ કરી છે. ક્રિમીનલ ગ્રુપ Los Tequileros પર આ મામલે આરોપ મૂકાઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ-પશ્ચિમ મેક્સિકોના સેન મિગુએલ ટોટોલાપન શહેરમાં થયેલ ગોળીબારમાં લગભગ 18 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારામાં શહેરના મેયર પણ સામેલ છે. અધિકારીઓએ આ વાતની પુષ્ઠિ કરી છે. પોલીસનું કહેવું છે કે બંદૂકધારીઓએ બુધવારે સ્થાનિક સમયાનુસાર બપોરે બે વાગ્યે સિટી હૉલ પર હુમલો કર્યો. સોશિયલ મીડિયા પર શૅર થતી તસવીરોમાં ઇમારત ગોળીઓના નિશાન જોઈ શકાય છે. મેયર કૉનરાડો મેંડોઝા અલ્મેડાની પાર્ટી PRDએ તેમની `કાયરતાપૂર્ણ` હત્યાની નિંદા કરી અને ન્યાયની માગ કરી છે. ક્રિમીનલ ગ્રુપ Los Tequileros પર આ મામલે આરોપ મૂકાઈ રહ્યો છે.

એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, આ હુમલામાં અનેક પોલીસ અધિકારી અને કાઉન્સિલ પણ મારી નાખવામાં આવ્યા છે. કેટલાક સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિટી હૉલ પર હુમલા પહેલા મેંડોઝા અલ્મેડાના પિતા, પૂર્વ મેયર જુઆન મેંડોઝા અકોસ્ટાની પણ તેમના ઘરે હત્યા કરી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપૉર્ટ પ્રમાણે ગ્યુરેરો રાજ્યના અટૉર્ની જનરલે જણાવ્યું કે 18 લોકો મારી નાખવામાં આવ્યા છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ દેશના રક્ષા મંત્રાલયે કહ્યું કે બંદૂકધારીઓની શોધ માટે વિસ્તારમાં સેનાના એકમો તૈનાત કરવામાં આવી રહ્યા છે.

ગ્રુપનું એલાન : અમે પાછા આવી ગયા છીએ!
ગ્યુરેરોની ગવર્નર એવલિન સાલગાડો પિનેડાએ ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. હુમલાના થોડોક સમય પછી જ Los Tequileros ગ્રુપના કહેવાતા સભ્યોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને કહ્યું છે કે, "તે વિસ્તારમાં પાછા આવી ગયા છે." વર્ષ 2015થી 2017 વચ્ચે ગ્યુરેરોમાં આ ગ્રુપનો આતંક હતો. આ ગ્રુપ શહેરોના મેયરોને નિશાન બનાવવા માટે જાણીતો છે. પણ ગ્રુપના મુખિયા રેબેલ જેકોબો ડી અલ્મોન્ટેની હત્યા પછી આ ગેન્ગ નિષ્ક્રિય થઈ ગઈ.

આ પણ વાંચો : થાઇલેન્ડમાં બાળકોના ડે-કૅર સેંટરમાં ગોળીબાર, 22 બાળકો સહિત 34નાં મોત

મેક્સિકોમાં ગોળીવારની ઘટનાઓ સામાન્ય
ડી અલ્મોન્ટેને  El Tequileroના નામે ઓળખવામાં આવતા હતા કારણકે તે ટકીલા પીતા હતા. આ પહેલા ઑગસ્ટમાં પણ પશ્ચિમી મેક્સિકોમાં થયેલી ફાઈરિંગમાં આઠના મોત થયા હતા. પ્રોસેક્યૂટરોએ જણાવ્યું કે તેમને આઠ જણના મૃતદેહ મળ્યા, જેમના પર ગોળીઓના નિશાન હતા. આ મૃતદેહ મિચોઆકન રાજ્યની તુજંતલા વિસ્તારમાંથી મળ્યા હતા. મિચોઆકનમાં નશાયુક્ત પદાર્થના તસ્કરો વચ્ચે અને વર્ષોથી આ લોહિયાળ સંઘર્ષ ચાલે છે.

international news mexico mexico city Crime News