શું ફેસબૂક હવે વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચી દેશે? જાણો શું થશે...

14 January, 2022 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમેરિકન એજન્સી FTCનો આરોપ છે કે મેટા મોનૉપોલી કરે છે. એવામાં તેણે ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને વેચી દેવું જોઈએ. કૉર્ટમાંથી લીલી ઝંડી મળ્યા પછી હવે FTC ફેસબૂકને કૉર્ટમાં લઈ જશે.

પ્રતીકાત્મક તસવીર

ફેસબૂકની પેરન્ટ કંપની મેટા હાલ મુશ્કેલીમાં છે. અમેરિકન એજન્સી FTCનો આરોપ છે કે મેટા મોનૉપોલી કરે છે. એવામાં તેણે ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને વેચી દેવું જોઈએ. કૉર્ટમાંથી લીલી ઝંડી મળ્યા પછી હવે FTC ફેસબૂકને કૉર્ટમાં લઈ જશે.

ફેસબૂકે તાજેતરમાં પોતાનું નામ બદલીને મેટા કરી લીધું છે. શું મેટાને પોતાના બે પૉપ્યુલર એપ્સ વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેચવા પડશે? એવું શક્ય છે. જાણો કેમ?

અમેરિકન સોશિયલ મીડિયા દિગ્ગજ મેટા (ફેસબૂક) પર ઘણાં સમયથી એન્ટીટ્રસ્ટના આરોપ છે. કંપની પર આરોપ મૂકાયા છે કે તે બીજી નાની કંપનીઓને સર્વાઇવ કરવાની તક નથી છોડી રહી. કંપની પર આરોપ છે કે અમેરિકામાં સોશિયલ મીડિયા પર સ્પેસમાં કબજો મેળવી રહી છે.

ફેસબૂક પર એ પણ આરોપ છે કે પોતાના કૉમ્પિટીશનને પ્રોત્સાહન નથી આપતી. જો ફેસબૂકને દેખાય છે કે કોઈ તેને ટક્કર આપે તો તેને કોઈપણ રીતે કે પોતાની સાથે મર્જ કરી લે છે તેમને ફૅર ગ્રાઉન્ડ નથી આપતી.

FTCને કૉર્ટમાં મળી લીલી ઝંડી
એન્ટી ટ્રસ્ટ કેસમાં અમેરિકન એજન્સી FTC (ફેડરલ ટ્રેડ કમિશન)ને એક મોટી જીત મળી છે. હવે FTC મેટાને કૉર્ટમાં ઢસડી શકે છે. FTC ઇચ્છે છે કે મેટા પોતાના બે પૉપ્યુલર એપ્સને વેચી દે. જણાવવાનું કે FTC અમેરિકન સરકારની ઇન્ડિપેન્ડેન્ટ એજન્સી છે, જે કન્ઝ્યૂમરના હિતની રક્ષા કરે છે. ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ મેટા પર કહેવાતા એન્ટી ટ્રસ્ટ વૉયલેશનનો આરોપ મૂક્યો હતો અને તે કેસ હજી સુધી ચાલી રહ્યો છે. આ મામલે ફેડરલ જજે FTCને પરવાનગી આપી છે કે તે મેટાને એન્ટી ટ્રસ્ટના ઉલ્લંઘન માટે કૉર્ટમાં લઈ આવે. જો મેટા આ કેસમાં હારી જાય તો, વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ તેના હાથમાંથી નીકળી શકે છે.

international news technology news tech news facebook instagram whatsapp