વિજય માલ્યા રડી પડ્યો લંડનની કૉર્ટમાં ને કહ્યું, ‘પાઈએ પાઈ ચૂકવી દઈશ’

15 February, 2020 07:49 AM IST  |  London

વિજય માલ્યા રડી પડ્યો લંડનની કૉર્ટમાં ને કહ્યું, ‘પાઈએ પાઈ ચૂકવી દઈશ’

વિજય માલ્યા

અનેક બૅન્કોના પૈસા લઈને લંડનથી ભાગી ગયેલો દારૂનો વેપારી વિજય માલ્યા ગુરુવારે બ્રિટિશ હાઈ કોર્ટમાં રડી પડ્યો હતો. માલ્યાએ કોર્ટમાં હાથ જોડીને કહ્યું કે ‘ભારતીય બૅન્ક તાત્કાલિક પૈસા પાછા લઈ લે. રૉયલ કોર્ટ જસ્ટિસની બહાર, માલ્યાએ કહ્યું કે ‘હું મૂળ રકમના ૧૦૦ ટકા પાછા આપવા તૈયાર છું. સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ મારા માટે જે કરી રહ્યા છે એ કોઈ પણ રીતે સારું નથી. ૬૪ વર્ષના વિજય માલ્યા પર ભારતીય બૅન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની-લૉન્ડરિંગનો આરોપ છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના હાથમાં છે.

માલ્યાએ કહ્યું કે ‘ઈડીએ બૅન્કોની ફરિયાદ પર મારી સંપત્તિ જપ્ત કરી હતી કે હું નાણાં ચૂકવતો નથી. મેં મની-લૉન્ડરિંગ નિરોધક કાયદા હેઠળ ગુનો નથી કર્યો કે ઈડી મારી સંપત્તિ જપ્ત કરી લે.’

ભારત સરકાર વતી રજૂ થયેલી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએ) માલ્યાના વકીલના દાવાને નકારી દીધો છે. ભારતમાં માલ્યા વિરુદ્ધ છેતરપિંડી અને મની-લૉન્ડરિંગના આરોપો અનુચિત કહેવામાં આવ્યા છે. સુનાવણીમાં પ્રોસિક્યુશન વતી માલ્યા સામે પુરાવા રજૂ કરાયા હતા અને કહેવામાં આવ્યું હતું કે માલ્યા બૅન્કો પાસેથી લોન તરીકે ૯૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણીથી બચવા માટે બ્રિટન આવ્યો છે.

ફરિયાદીએ એમ પણ કહ્યું હતું કે માલ્યા સામે ૩૨,૦૦૦ પાનાંના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. ભારતમાં બૅન્કોએ તેની સામે કેસ દાખલ કર્યો છે.

આ અંગે સંરક્ષણે પોતાની દલીલમાં કહ્યું હતું કે કિંગફિશર ઍરલાઇન્સ આર્થિક કમનસીબીનો ભોગ બની છે, કારણ કે અન્ય ભારતીય વિમાની કંપનીઓએ પણ કર્યું છે. આ કેસની સુનાવણી બે ન્યાયાધીશો કરી રહ્યા છે.

london vijay mallya world news