બ્રિટનના પ્રિન્સ ફિલિપની શોકસભામાં ટૉપલેસ થઈ મહિલા, હંગામો મચાવ્યો

19 April, 2021 03:58 PM IST  |  London | Agency

બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર દરમ્યાન એક મહિલાએ ખૂબ હંગામો મચાવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર દરમ્યાન એક મહિલાએ ખૂબ હંગામો મચાવ્યો હતો. પ્રિન્સ ફિલિપની શોકસભા દરમ્યાન અચાનક એક મહિલા દોડવા લાગી અને રસ્તા પર પહોંચતાં જ મહિલાએ પોતાનાં કપડાં કાઢી મૂક્યાં અને ટૉપલેસ થઈ ગઈ હતી. આ મહિલા સતત ‘પ્લાનેટ બચાઓ, બ્લાનેટ બચાઓ’ની બૂમો પાડી રહી હતી. જે બાદ આખા કાર્યક્રમમાં હંગામો મચી ગયો. આક્રમક મૂડમાં દોડી રહેલી આ મહિલાને કાબૂમાં લેવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને તેની ધરપકડ કરી હતી.

london united kingdom international news