બ્રિટનના ડૉક્ટરોની સિદ્ધિ, ખાસ મશીન દ્વારા ડેડ હાર્ટને ધબકતું

23 February, 2021 11:35 AM IST  |  Londo | Agency

બ્રિટનના ડૉક્ટરોની સિદ્ધિ, ખાસ મશીન દ્વારા ડેડ હાર્ટને ધબકતું

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનના ડૉક્ટરોએ પહેલી વાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે જે ધબકતું બંધ થઈ ગયું હતું. એટલે કે એ મૃત જાહેર કરેલી વ્યક્તિઓનાં હતાં. અત્યાર સુધી ૬ બાળકોમાં આવાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયાં છે. આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આ પહેલાં માત્ર એવી વ્યક્તિઓનાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થતું હતું જેઓ બ્રેઇન ડેડ જાહેર થયા હતા.

બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસના ડૉક્ટરો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નિકમાં એક ડગલું આગળ વધ્યા છે. કૅમ્બ્રિજની રૉયલ પેપવર્થ હૉસ્પિટલના ડૉક્ટરોએ ઑર્ગેન કૅર મશીન દ્વારા મરનાર વ્યક્તિઓનાં હૃદયને જીવિત કરી એક નહીં, ૬ બાળકોનાં શરીરમાં ધબકારા લાવી દીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર એ દુનિયાની પ્રથમ ટીમ બની છે.

london international news