ભારતમાં ફસાયેલા બ્રિટનનાં નાગરિકો માટે ખાસ વ્યવસ્થા

11 April, 2020 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં ફસાયેલા બ્રિટનનાં નાગરિકો માટે ખાસ વ્યવસ્થા

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો પોતાના વતન પાછા ફરી શકે એટલે બ્રિટિન સરકારે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટિશ સરકારની સત્તાવાર વૅબસાઈટ પર બ્રોડકાસ્ટ કરવામાં અડોલી માહિતિ મુજબ, બ્રિટિશ સરકારે 13 થી 20 એપ્રિલ દરમ્યાન અમદાવાદથી 12 ફ્લાઈટ્સ ઉડાવવાનો નિર્ણય કર્યો. સરકારે ચાર્ટર ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી છે. આ ફ્લાઈટ્સ અમદાવાદ સહિત દેશના મોટા શહેરોના આઠ એરપોર્ટ પરથી ઉડાડવામાં આવશે. બ્રિટિશ સરકારે સત્તાવાર વૅબસાઈટ પર બ્રિટિશ નાગરિકોને રજીસ્ટ્રેશન કરવાનું કહ્યું છે.

13 થી 15 એપ્રિલે અમદાવાદથી લંડન માટે ડાયરેક્ટ ફ્લાઈટ જશે. આ ફ્લાઈટોને હૈદરાબાદ થઈને લંડન લઈ જવાશે. UK ના મંત્રી તારિક અહેમદે કહ્યું હતું કે, અત્યારે હજારો બ્રિટિશ પ્રવાસીઓ ભારતમાં છે અને તેમને સ્વદેશ પાછા લાવવા માટે અમે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યાં છીએ. આ પ્રક્રિયા ખુબ જટીલ છે. બ્રિટિશ પ્રવાસીઓને એરપોર્ટ સુધી પહોચતા કરવામાં ભારત સરકારના સાથ અને સહકારની પણ જરૂર પડશે.

હાલ ભારતમાં કોર્મશિયલ ફલ્ઈટસની તમામ ગતિવિધિઓ બંધ છે. આંતરાષ્ટ્રીય ઉડાન પર પણ રોક લગાવવામાં આવી છે. એટલે બ્રિટિશ સરકારે આ બાબતે ભારતીય ઓથોરીટી સાથે વાતચીત કરીને ફ્લાઈટના ટેક ઓફ અને લેન્ડીંગ તથા એરપોર્ટ ખાતે જરૂરી ઇમિગ્રેશન વ્યવસ્થા કરવાનું કહ્યું છે.

મળતી માહિતિ પ્રમાણે, પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલે અમદાવાદથી ઉપડશે. બીજી ફ્લાઇટ 15 એપ્રિલે અમદાવાદથી લંડન જશે અને ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદથી વાયા અમદાવાદ થઈને લંડન પહોંચશે. ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકો માટે બ્રિટન સરકાર દ્વારા દેશના અલગ-અલગ મોટા શહેરોમાંથી 12 ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.

national news india british airways coronavirus covid19 great britain