International Day of Tolerance કેમ ઉજવવો જરૂરી? જાણો ઇતિહાસ અને ઉદ્દેશ

16 November, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસનો ઉદ્દેશ સંસારમાં હિંસાની ભાવના અને નકારાત્મકતાને ખતમ કરી અહિંસાને પ્રોત્સાહન આપવાનું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

સમાજમાં સહિષ્ણુતાને (Tolerance) પ્રોત્સાહન આપવા અને જન-જનમાં જાગૃકતા લાવવા માટે દરવર્ષે 16 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ (International Day of Tolerance) તરીકે ઉજવવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસનો ઉદ્દેશ સંસારમાં હિંસાની ભાવના અને નકારાત્મકતાને ખતમ કરી અહિંસાને પ્રોત્સાહન આપવાનું છે.

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસની જાહેરાત વર્ષ 1996માં સંયુક્ત રાષ્ટ્ર મહાસબા દ્વારા કરવામાં આવી હતી. તો આજે જાણો આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસના ઇતિહાસ અને ઉદ્દેશ વિશે...

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસનો ઇતિહાસ
મહાત્મા ગાંધીની 125મી જયંતીના અવસરે વર્ષ 1995ને સંયુક્ત રાષ્ટ્રીય મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા વર્ષ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષ વિશ્વમાં અહિંસા અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવા તેમજ જાગૃકતા ફેલાવવા માટે `યૂનેસ્કો મદનજીતસિંહ પુરસ્કાર`ની પણ સ્થાપના કરવામાં આવી. ત્યાર બાદ વર્ષ 1996માં 16 નવેમ્બરના આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રીય મહાસભા દ્વારા કરવામાં આવી.

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસનો ઉદ્દેશ
આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસનો ઉદ્દેશ વિશ્વમાં વધતા અત્યાચાર, હિંસા અને અન્યાયને અટકાવવા અને લોકોને સહનશીલતા અને સહિષ્ણુતા પ્રત્યે જાગૃક કરવાનો છે.
હાલ બદલાતા સમયમાં જ્યાં સમાજમાં અનેક કૂરિવાજો અને હિંસા ફેલાયેલી છે, ત્યાં આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે.

કેવી રીતે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ
આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસનો ઉદ્દેશ સમાજની ગેરરીતિઓ, ઉણપ પર વિચાર કરી લોકોને સહિષ્ણુતા પ્રત્યે જાગૃત કરવાનો છે. એવામાં આ દિવસને એક મોટા ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસે અનેક બેઠકો અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો હાલની સમસ્યાઓ સાંભળે છે અને તેના પર પોતાના વિચારો રજૂ કરી શકે.

આ પણ વાંચો : All Saints Day: ચર્ચની પવિત્ર આત્માઓના સન્માનમાં ખ્રિસ્તી ધર્મ ઉજવે છે આ તહેવાર

આખરે કેમ જરૂરી છે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ?
હાલ સમાજમાં વધતા ભેદભાવ અને હિંસાની ભાવનાના દુષ્પરિણામો કે ભયાનક નુકસાન વિશે લોકોને જાગૃત કરવા અને સમાજમાં વ્યક્તિના નૈતિક કર્તવ્યો યાદ અપવાવા માટે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ઉજવવું ખૂબ જ મહત્વનું છે. આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ બધા ધર્મો અને જુદી-જુદી સંસ્કૃતિઓના એક હોવાની પ્રેરણા આપે છે. આથી સમાજના પ્રત્યેક વ્યક્તિને પોતાની આસપાસ સહિષ્ણુતાની ભાવના ફેલાવવાની જવાબદારી લેવી જોઈએ.

international news national news