જાણો શું છે આર્કટિક બ્લાસ્ટ, જેના કારણે ઠૂંઠવાઈ રહ્યા છે લોકો

31 January, 2019 02:34 PM IST  | 

જાણો શું છે આર્કટિક બ્લાસ્ટ, જેના કારણે ઠૂંઠવાઈ રહ્યા છે લોકો

ઠંડી પાછળ જવાબદાર છે આર્કટિક બ્લાસ્ટ

ભારત, અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના દેશોમાં કડકડતી ઠંડીએ આ વર્ષે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ ઠંડી લાંબી પણ ચાલી રહી છે. સ્થિતિ એવી છે કે પહાડી વિસ્તારોમાં જબરજસ્ત બરફ પડી રહ્યો છે, અને આ સિલસિલો હજી ચાલુ છે. આ આકરી ઠંડીનું કારણ આર્કટિક બ્લાસ્ટ છે. આ જ આર્કટિક બ્લાસ્ટને કારણે જ અમેરિકામાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે અને લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વિશ્વભરમાં આવી ઠંડી પડવાનું કારણ આર્કટિક બ્લાસ્ટ છે.

શું છે આર્કટિક બ્લાસ્ટ ?

પૃથ્વી પર સૌથી ઠંડી જગ્યા એન્ટાર્કટિકા મહાસાગર છે, જે નોર્થ પોલ પર આવેલો છે. અહીં હંમેશા તાપમાન શૂન્યથી નીચે લગભગ - 89.2 ડિગ્રી રહે છે. શિયાળામાં અહીં તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે, જેને કારણે અહીં બરફના તોફાન આવે છે. આ તોફાનને કારણે આ વિસ્તારમાં બરફની શિલાઓ બની જાય. આ જ ઘટનાને આર્કટિક બ્લાસ્ટને કારણે કોલ્ડ બ્લાસ્ટ કહે છે.

આ પણ વાંચોઃ ક્યાંક હાડ થીજવતી ઠંડી, ક્યાંક બાળી નાખતી ગરમી, વધુ બગડશે પરિસ્થિતિ

સાઈબિરિયા, આર્કટિકની સૌથી નજીક આવેલો વિસ્તાર છે. એટલે આર્કટિક બ્લાસ્ટની સૌથી વધુ અસર તેના પર જ થાય છે. હવામાન વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે દુનિયાના જે જે દેશમાં ઠંડી પડી રહી છે, તેનું કારણ આ જ આર્કટિક બ્લાસ્ટ હોઈ શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે મોરક્કો તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે નોર્થ પોલ પર ગરમી વધી છે અને અહીં જ આર્કટિક બ્લાસ્ટ થયો છે.