Colour Blindnessનો શિકાર છે ઝુકરબર્ગ, એટલે ફેસબુકનો રંગ છે બ્લ્યૂ

01 September, 2019 04:42 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

Colour Blindnessનો શિકાર છે ઝુકરબર્ગ, એટલે ફેસબુકનો રંગ છે બ્લ્યૂ

જાણો ફેસબુક સાથે જોડાયેલી મહત્વની વાતો

આજકાલ સોશિયલ નેટવર્કિંગનો જમાનો છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે ફેસબુક. આજે અમે તમને જણાવીશું કે ફેસબુકનો રંગ બ્લ્યૂ કેમ છે? તેનો રંગ બીજો કોઈ કેમ નથી? તેનો જવાબ ખુદ માર્ક ઝુકરબર્ગે આપ્યો છે. તેમણે એક ટીવી શોમાં આ વાત કહી છે. માર્કે કહ્યું કે તેમને Colour Blindness છે. એટલે કે તેઓ રંગોને સરખી રીતે જોઈ નથી શકતા. બ્લ્યૂ એકમાત્ર એવો રંગ છે જેને તે સારી રીતે જોઈ શકે છે. એટલે જ તેમણે ફેસબુકનો રંગ બ્લ્યૂ રાખ્યો છે.

દર સેકંડ પાંચ નવા લોકો આવે છે ફેસબુક પર
ફેસબુક તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દર સેકંડે પાંચ નવા લોકો ફેસબુક પર પોતાનું અકાઉન્ટ બનાવે છે. આ સિવાય દુનિયાભરમાંથી લગભગ રોજ 30 કરોડ તસવીરો અપલોડ કરવામાં આવે છે. એક મિનિટમાં 50 હજાર કમેન્ટ્સ અને 3 લાખ સ્ટેટ્સ લખવામાં આવે છે. ફેસબુક પર હાલ લગભગ 9 કરોડ ફેક પ્રોફાઈલ્સ પણ છે.

આ બંને દેશોમાં ફેસબુક પર છે પ્રતિબંધ
ફેસબુકના દુનિયાભરમાં અરબો યૂઝર્સ છે. તેમ છતા પણ ઉત્તર કોરિયા અને ચીનમાં તેના પર પ્રતિબંધ છે. દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા ચીનમાં જો ફેસબુક ચાલતું હોત તો તેના કેટલા યુઝર્સ હોત, તેની કલ્પના તમે કરી શકો છો.

આમને કોઈ ન કરી શકે બ્લોક
અનેકવાર આપણે ફેસબુક પર પસંદ ન કરીએ તેવા લોકોને બ્લોક કરી દઈએ છે. પરંતુ ફેસબુક પર એક એવો પણ યૂઝર છે જેને કોઈ બ્લોક નહીં કરી શકતું. આ પ્રોફાઈલ માર્ક ઝુકરબર્ગની છે.

આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

2004માં શરૂ થયું હતું ફેસબુક
ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ એક બાદ એક ચીજ લૉન્ચ કરીને પોતાનો કાફલો આગળ વધારતા ગયા. તેણે ફેસબુક બાદ ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપને પણ ખરીદી લીધું. આજના સમયમાં આ ત્રણેય જ સૌથી વધારે યુઝ થતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે.


facebook mark zuckerberg