જાણો, PM નરેન્દ્ર મોદી અને શી જિનપિંગનો શનિવારનો કાર્યક્રમ

11 October, 2019 11:04 PM IST  |  Chennai

જાણો, PM નરેન્દ્ર મોદી અને શી જિનપિંગનો શનિવારનો કાર્યક્રમ

PM મોદી અને શી જિનપિંગ (PC : Narendra Modi Twitter)

Chennai : જેની વિશ્વના તમામ લોકો રાહ જોઇ રહ્યા હતા તે ભારતમાં ચેન્નઇ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિમપિંગ વચ્ચેની મુલાકાત. શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહાબલીપુરમ પહોંચ્યા હતા. રસપ્રદ હતું કે ચીનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારંપરિક તમિળ પહેરવેશમાં પહોંચ્યા હતા. ત્યારે જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગનો શનિવારે શું કાર્યક્રમ છે.


તમિલનાડુમાં ભારત-ચીન વચ્ચે ઇન્ફોર્મલ સમિટ થઇ રહી છે
ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થઈ રહી છે. અહીં વડાપ્રધાન મોદી શી જિંનપિંગ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ઘણાં મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે. ચીની રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે. જોકે આ ઈન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં.


મોદીએ કહ્યું- ભારત-ચીનના સંબંધો મજબૂત થશે
વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું છે કે, આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે. તમિલનાડુના મહાબલીપુરમમાં શુક્રવારે અને શનિવારે બંને નેતાઓની મુલાકાત થશે. તે સાથે જ ચેન્નાઈના ઐતિહાસીક મહાબલીપુરમમાં તેઓ ઘણાં સાસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થશે. 

12 ઓક્ટોબરનો કાર્યક્રમ (શનિવાર)

 

10.00થી 10.40 AM:                 ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત
10.50
થી 11.40 AM:                 ભારત-ચીન વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત
11.45AM
થી 12.45 PM:          ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં લંચની વ્યવસ્થા
02.00 PM:                             
વડાપ્રધાન મોદી દિલ્હી આવવા રવાના થશે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે.

આ પણ જુઓ : PM મોદીના આ ફોટોઝ જોઈને તમને પણ ફરવા જવાની થશે ઈચ્છા

ચીનનો મહાબલીપુરમ સાથે ઐતિહાસિક સંબંધ
તમિલનાડુમાં બંગાળની ખાડીના કાંઠે આવેલા મહાબલીપુરમ શહેર ચેન્નાઈથી અંદાજે 60 કિમી દૂર છે. પુરાતત્વવિદ એસ રાજાવેલુના જણાવ્યા પ્રમાણે, તેની સ્થાપના ધાર્મિક ઉદ્દેશોથી 7મી સદીમાં પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મને કરાવી હતી. નરસિંહે મામલ્લની ઉપાધિ ઘારણ કરી હતી, એટલા માટે જ તેને મામલ્લપુરમના નામે પણ ઓળખવામાં આવે છે. આ શોધ દરમિયાન ચીન, ફારસ અને રોમના પ્રાચીન સિક્કા મોચી સંખ્યામાં મળી આવ્યા છે. પ્રાચીન બંદર મહાબલીપુરમનો લગભગ 2000 વર્ષ પહેલા ચીન સાથે ખાસ સંબંધ હતો.

national news narendra modi chennai xi jinping china