જાણો ક્યારે અને કેવી રીતે મરાયો બગદાદી, ચહેરા પર હતો મોતનો ખૌફ

28 October, 2019 02:58 PM IST  |  યૂએસ

જાણો ક્યારે અને કેવી રીતે મરાયો બગદાદી, ચહેરા પર હતો મોતનો ખૌફ

હણાયો બગદાદી

અમેરિકાએ આતંકી સંગઠને આઈએસઆઈએસના સરગણા અબુ બકર અલ-બગદાદીને ઠાર માર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને તેની પુષ્ટિ કરી. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં સંવાદદાતાઓ સાથેની વાતચીમાં કહ્યું કે શનિવારે રાત્રે અમેરિકાએ દુનિયાના નંબર વન આતંકીને ઠાર માર્યો છે. ડેઈલી મેઈલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ માટે અમેરિકાના સ્પેશિયલ કમાન્ડોના આ આતંકીઓ અપેક્ષિત નહોતો. જાણો તેને કેવી રીતે ઠાર મારવામાં આવ્યા.
સુમસામ વિસ્તારમાં જમાવ્યો હતો ડેરો
ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, અમેરિકાની સેનાના ખાસ કમાન્ડોએ સીરિયાના ઈદલિબ પ્રાંતના સુદૂર ગામ બારિશામાં શનિવારે રાત્રે બગદાદીન તેને અંતિમ અંજામ સુધી પહોંચાડવા માટે ઑપરેશન શરૂ કર્યું.  બગદાદીની તપાસમાં અચાનક તેઓ આ સુમસામ વિસ્તારમાં પહોંચ્યાતો લાગ્યું કે આ કોઈ સામાન્ય ઑપરેશન છે. પરંતુ જ્યારે અમેરિકાના હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યા ત્યારે આભાસ થવા લાગ્યો કે આ કોઈ સામાન્ય ઓપરેશન નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે જણાવ્યું કે અમેરિકાના હેલિકોપ્ટર સ્પેશિયલ કમાંડોઝને લઈને વૉશિંગ્ટન ડીસીના એક અજ્ઞાત સ્થળેથી રવાના થયા હતા. હેલિકોપ્ટે તુર્કી પરથી ઉડાન ભરી. એટલું જ નહીં સીરિયા અને રશિયાના સેનાઓનો પ્રભાવ વાળા વિસ્તાર પરથી પણ ઉડાન ભરી. ટ્રમ્પે કહ્યું કે આ બેહદ મુશ્કેલ ઉડાન હતી.
અમેરિકાએ લગાવી હતી બધી તાકાત
અમેરિકાના રાષ્ટ્રપતિએ પકત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે અમારા હેલિકોપ્ટર ઘણા નીચે ઉડાન ભરી રહ્યા હતા. સ્થાનિક આતંકીઓએ તેના પર ભારે ફાયરિંગ કર્યું પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યું. આ મિશનમાં અમેરિકાની સ્પેશિયલ ફોર્સના એક મોટા સમૂહને સામેલ કરવામાં આવ્યો હતો.
70 કમાન્ડોઝે આપ્યો અંજામ
ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર આ ઑપરેશન એવું જ હતું જેવું કે પાકિસ્તાનને એબટાબાદમાં ઓસામાં બિન લાદેન સામે ચલાવવામાં આવ્યું હતું.  રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપેલી માહિતી પ્રમાણે સૌથી પહેલા અમેરિકાના હેલિકોપ્ટરે બગદાદીના ઠેકાણાઓને ઘેરી લીધા અને જે બાદ અમપિરાની લેનાના 70 કુશળ કમાન્ડોઝ ઉતર્યા.
લાઈવ સ્ટ્રીમિંગને જોઈ રહ્યા હતા ટ્રમ્પ
ડેઈલી મેઈલની રિપોર્ટ અનુસાર, બિલકુલ કોઈ ફિલ્મી સીનની જેમ કુશળ અમેરિકા ડેલ્ટા કમાન્ડોઝે ઉતર્યા બાદ બગદાદીના ગુફા જેવા બંકરને ઘેરવાનું શરૂ કર્યું. અત્યાધુનિક હથિયારો અને સામાનથી સજ્જ પ્રશિક્ષિત શ્વાન અને એક રોબોટ હતો. આ આખા ઑપરેશનને વ્હાઈટ હાઉસમાં લોકો બેસીને લાઈવ જોઈ રહ્યા હતા. આ આખું ઑપરેશન ખૂબ જ ખતરનાક હતું.
બંને પત્નીઓના મોત
અમેરિકાના કમાંડોઝ જ્યારે ગુફાના દરવાજા પર પહોંચ્યા તો તેમણે તેને ખોલવાના બદલે દિવાલને જ ઉડાવી દીધી. ગુફામાં પહોંચ્યા ત્યારે તેની બંને પત્નીઓ પોતાને ઉડાવી દે તે પહેલા તે અમેરિકાના કમાંડોઝના ફાયરિંગમાં મારી ગઈ. અમેરિકાના કમાંડોઝે નિર્દેશ હતા કે બગદાદી પકડાઈ તો ઠીક છે નહીં તો તેને મારી નાખવો
બગદાદીને લાગ્યો હતો મોતનો ડર
ગુફામાં અમેરિકાના કમાંડોઝે અરબીમાં બગદાદીને સરેન્ડર કરવાનું કહ્યું, પરંતુ તે મોતના ડરથી જીવ બચાવીને ભાગવા લાગ્યો. આ દરમિયાન અમેરિકાના સૈનિકોએ 11 બાળકોનો જીવ બચાવ્યો. કેટલાક આતંકીઓએ સરેન્ડર પણ કરી દીધું. જ્યારે બગદાદીને એવું લાગ્યું કે તે નહીં બચી શકે ત્યારે તેણે પોતાના ત્રણ બાળકો સાથે પોતાની જાતને ઉડાવી દીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે બગદાદી કુતરાની જેમ માર્યો ગયો.

આ પણ જુઓઃDiwali 2019: તમારા માનીતા સિતારાઓએ આવી રીતે ઉજવી દિવાળી, જુઓ તસવીરો

15 મિનિટમાં કામ થયું તમામ
બારિશા ઇદલિબ પ્રાંતનું એક ગામ છે જે તુર્કીની સીમાથી માત્ર પાંચ કિમી દૂર આવેલું છે. બીબીસીએ એક ગ્રામીણના હવાલેથી જણાવ્યું કે ઑપરેશની શરૂઆતમાં સ્થાનિક આતંકીઓએ અને હેલિકોપ્ટર વચ્ચે અડધા કલાક સુધી ગોળીબારી થઈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કમાંડોઝથી ઘેરાયેલો આતંકનો આકા પોતાનું મોત સામે જોઈને ગડગડી રહ્યો હતો. માત્ર 15 જ મિનિટમાં તેનું કામ ખતમ કરવામાં આવ્યું હતું.

united states of america donald trump