ઉત્તર કોરિયાના તાનાશાહે કર્યું કાંઈક એવું, સાંભળીને ઉડી જશે તમારા હોશ

31 May, 2019 04:26 PM IST  |  ઉ. કોરિયા

ઉત્તર કોરિયાના તાનાશાહે કર્યું કાંઈક એવું, સાંભળીને ઉડી જશે તમારા હોશ

ઉત્તર કોરિયાના તાનાશાહે કર્યું કાંઈક એવું, સાંભળીને ઉડી જશે તમારા હોશ

ઉત્તર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે પરમાણુ કાર્યક્રમ પરની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ એક રાજદૂત સહિત 5 અધિકારીઓને મોતની જા સંભળાવી છે. જેમાં વૉશિંગ્ટન સાથે વાતચીતનો માર્ગ મોકળો કરનાર યૂએસ માટે ઉત્તર કોરિયાના વિશેષ દૂતનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ કોરિયાના અખબાર ચોસુન ઈલ્બોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન અને યૂએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચેની બીજી શિખર વાર્તા નિષ્ફળ રહ્યા બાદ રાજદૂતને ગોળીએ ઉડાવી દીધા.

આ કારણે આપી સજા
અહેવાલો પ્રમાણે, હનોઈમાં થયેલી બેઠક માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારા કિમ હ્યોક ચોલ ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ સાથે તેની ખાનગી ટ્રેનમાં તેમની સાથે જ પહોંચ્યા છે. તેમને 'સર્વોચ્ચ નેતા સાથે દગો કરવા' માટે મોતની સજા આપવામાં આવી. દક્ષિણ કોરિયાના અખબારે સૂત્રોના હવાલેથી લખ્યું છે કે, એક તપાસ બાદ હ્યોલ ચોલ સહિત વિદેશ મંત્રાલયના 4 અધિકારીઓની માર્ચમાં મિરિમ એરપોર્ટ પર હત્યા કરવામાં આવી હતી. જો કે, અન્ય અધિકારીઓના નામ સામે નથી આવ્યા.

આ પણ વાંચોઃ દુબઈએ ભારતને આપ્યું સન્માન, ઈમારત પર રાષ્ટ્રધ્વજ અને મોદીનો ફોટો દર્શાવ્યો

ટ્રમ્પ સાથે વાતચીત રહી હતી નિષ્ફળ
ફેબ્રુઆરીમાં હનોઈમાં બંને નેતાઓ વચ્ચે સમિટ થઈ હતી.  અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કિમ જોંગ ઉનના ઈંટરપ્રિનર શિન હાયે યૉન્ગને પણ સમિટ દરમિયાન એક ભૂલના કારણે જેલ મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે ટ્રંપે કોઈ ડીલ ન કરવાની ઘોષણા કરી તો તો કિમ માટે નવા પ્રસ્તાવનો અનુવાદ કરવામાં નિષ્ફળ રહી અને ત્યાંથી ચાલી ગઈ. ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે આ મામલો કોઈ સમજૂતી નહોતી થઈ. જે બાદ ઉત્તર કોરિયાએ દબાણ વધારવા માટે મે મહિનામાં શોર્ટ રેન્જની બે મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જો કે દક્ષિણ કોરિયાના અખબાર ચોસુન ઈલ્બોનો આ પહેલાનો એક રીપોર્ટ ખોટો નીકળી ચુક્યો છે.

donald trump kim jong-un world news