દુબઈએ ભારતને આપ્યું સન્માન, ઈમારત પર રાષ્ટ્રધ્વજ અને મોદીનો ફોટો દર્શાવ્યો

Published: 31st May, 2019 15:27 IST | અબુધાબી

નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બની ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે વિશ્વભરના નેતાઓએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બની ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે વિશ્વભરના નેતાઓએ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીના શપથગ્રહણ સમારોહ બાદ યુએઈએ અબુધાબીની ઈમારત પર પીએમ મોદીનો ફોટો અને તિરંગાનો ફોટો દર્શાવ્યો હતો. સંયુક્ત અરબ અમીરાત સરકારે અબુ ધાબીની આઈકોનિક એડનોક બિલ્ડિંગ પર લાઈટિંગ કરીને પીએમ મોદી અને તિરંગાને સ્ક્રીન પર બતાવ્યા હતા. યુએઈની સરકારે આ રીતે ભારત સાથેની મિત્રતા દર્શાવી હતી.

અબુધાબીની એડનોક બિલ્ડિંગ પર મોદી સાથે UAEના શેખ મોહમ્મદ બિન જાયદનો ફોટો બતાવવામાં આવ્યો હતો. UAEમાં ભારતીય રાજદૂત નવદીપ સૂરીએ તેનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. નવદીપ સૂરીએ આ ટ્વિટમાં લખ્યું,'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ યાદગાર થઈ ગયો હતો. આઈકોનિક એડનોક ગ્રુપ ટાવર ભારત અને UAEના ઝંડા અને અમારા વડાપ્રધાન અને શેખ મોહમ્મદ બિન જાયદના પોટ્રેટથી રોશન થઈ ગયું. આ બન્ને દેશો વચ્ચેની સાચી મિત્રતા છે.'

આ પણ વાંચોઃ મોદીએ ક્યું મંત્રાલય કોને આપ્યું, જાણો અહીં સત્તાવાર યાદી...

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ યુએઈની સરકાર ભારતને આવુંસ ન્માન આપી ચૂકી છે. આ પહેલા ઓક્ટોબર 2018ના રોજ દુબઈમાં બુર્જ ખલીફા બિલ્ડિંગ પર તિરંગો અને મહાત્મા ગાંધીને બતાવવામાં આવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK