પાકિસ્તાન દ્વારા ભારતીય મીડિયા કન્ટેન્ટના ઑનલાઇન પેમેન્ટ પર પ્રતિબંધ

14 November, 2020 11:11 AM IST  |  Karachi | Agency

પાકિસ્તાન દ્વારા ભારતીય મીડિયા કન્ટેન્ટના ઑનલાઇન પેમેન્ટ પર પ્રતિબંધ

પાકિસ્તાનનો ઝંડો

પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનની બૅન્કોને તાત્કાલિક ધોરણે ભારતીય ઇલેક્ટ્રૉનિક મીડિયા કન્ટેન્ટના ઑનલાઇન માધ્યમ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ૯ નવેમ્બરે પાકિસ્તાનની કૅબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ૧૩ નવેમ્બર સુધી સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાનને બૅન્કના અધિકારીઓને કમ્પ્લાયન્સ રિપોર્ટ સુપરત કરવાનું કહેવામાં આવ્યું હતું. એક બૅન્કના અધિકારીએ જણાવ્યું કે પ્રાપ્ત સર્ક્યુલર મુજબ સરકારી આદેશ અનુસાર  ક્રેડિટ કાર્ડ સહિત અન્ય ચુકવણીના માધ્યમો પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ ઝીફાઇવ સહિત અન્ય ભારતીય સર્વિસના સબસ્ક્રિપ્શન માટે કરવામાં આવે છે.પાકિસ્તાન ઇલેક્ટ્રૉનિક મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટી (પીઇએમ‌આર‌એ)ના ભૂતપૂર્વ ચૅરમૅન અબસાર આલમે જણાવ્યું કે ભારતીય કન્ટેન્ટ પર પાકિસ્તાનમાં પહેલેથી જ પ્રતિબંધ લાગુ કરાયો છે અને આ નવા સર્ક્યુલરને કારણે હવે ડીટીએચ સર્વિસના ઑનલાઇન પેમેન્ટને અસર થશે. આ પ્રતિબંધને કારણે પાકિસ્તાનના ગ્રાહક પ્રત્યક્ષ રીતે ભારતીય સેવાનો ઉપયોગ કરવા માટે નાણાંની ચુકવણી નહીં કરી શકે.

pakistan india international news karachi