પત્રકાર સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ મોડી રાત્રે ફરી એક્ટિવ કરાયું

08 December, 2020 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પત્રકાર સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ મોડી રાત્રે ફરી એક્ટિવ કરાયું

સલિલ ત્રિપાઠી

લેખક અને પત્રકાર સલિલ ત્રિપાઠીનું એકાઉન્ટ રવિવારે સસ્પેન્ડ કરાયું. બાબરી મસ્જિદ ધ્વંસની વાત કરતી કવિતાનું પઠન કરનારા સલિલ ત્રિપાઠીનો વીડિયો કવિ-લેખકે પોસ્ટ કર્યો હતો જેના પગલે આ તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતું. જો કે સોમવારે મોડી સાંજ સુધીમાં તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરી દેવાયું હતું, ફરી એક્ટિવ કરાયું હતું. 

એકાઉન્ટ રિસ્ટોર થયા પછી સલિલ ત્રિપાઠીએ આ પોસ્ટ મૂકી હતી..

તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ થયું તે પછી ઘણા લેખકો, પત્રકારો, રાજકારણી અને એક્ટિવિસ્ટે ટ્વિટર પર જ આનો વિરોધ નોંધાવ્યો હતો. સલમાન રશ્દી, નિલાંજના રોય, અમિતવ ઘોષ, આકાર પડેલથી માંડીને કોંગ્રેસના શશી થરૂરે પણ ટ્વિટરના આ પગલાંને ભયંકર કહ્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં ટ્વિટરના સીઇઓ જૅક ડૉર્સીનો જ ઉધડો લઇ નાખ્યો હતો. 

આ પણ વાંચો ઃ જ્યારે જર્નાલિસ્ટ સલિલ ત્રિપાઠીનું ટ્વિટર એકાઉન્ટ એક કવિતાને કારણે થયું સસ્પેન્ડ

 સલિલ ત્રિપાઠી ધી વૉલ સ્ટ્રીટ જનરલ, ધી ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યુન, વોશિંગ્ટન પોસ્ટ, ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ, ધી ન્યુ રિપબ્લિક, ધી ન્યૂ યોર્કર અને ધી સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલ્સ જેવા અનેક પબ્લિકેશન્સ માટે નિયમિત લખતા આવ્યા છે. તેઓ હાલમાં PEN ઇન્ટરનેશનલના રાઇટર્સ પ્રિઝન કમિટીના વડા છે. તેમને જર્નાલિઝમમાં હ્યુમન રાઇટ્સના વિષય પર લખવા બદલ 2015માં મુંબઇ પ્રેસક્લબનો રેડ ઇંક એવોર્ડ પણ એનાયત થયો છે. તેમણે પોતાની કવિતા પઠન કરતો આ વીડિયો પોસ્ટ કર્યો હતો જેને કારણે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હતું

આ જ કવિતા મૂળ 2009માં સલિલ ત્રિપાઠીના પુસ્તક ઓફેન્સઃ ધી હિન્દુ કેસમાં 2009માં પ્રકાશિત થઇ હતી. આ કવિતાનો ગુજરાતી અનુવાદ કવિયેત્રી પ્રતિષ્ઠા પંડ્યાએ કર્યો હતો. 

પોતાનું એકાઉન્ટ રિસ્ટોર થયા પછી સલિલ ત્રિપાઠીએ ટ્વિટર પર તેમના સપોર્ટર્સ અને વિરોધીઓ તમામનો આભાર માન્યો હતા ટ્વીટ્સ કર્યા હતા.

twitter international news babri masjid gujarat riots