બેબી પાઉડરથી કૅન્સર થવાની ફરિયાદ દાખલ કરનારી મહિલાને જૉનસન ઍન્ડ જૉનસન ૩ અબજ રૂપિયા ચૂકવશે

22 April, 2024 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિકાગોની કોર્ટે મહિલાના મૃત્યુ માટે જૉનસન ઍન્ડ જૉનસન અને તેના એક યુનિટને ૩૦ ટકા જવાબદાર ગણાવી હતી.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાની જૉનસન ઍન્ડ જૉનસન અને કેનવ્યૂ ઇન્ક ઇલિનોઈની નામની ફાર્માસ્યુટિકલ કંપની એક મહિલાનું કૅન્સરથી મૃત્યુ થયા બાદ તેના પરિવારને ૪૫ મિલ્યન ડૉલર (૩ અબજ રૂપિયાથી વધુ) ચૂકવશે. એક દાયકા પહેલાં જ્યારે કેનવ્યૂ જૉનસન ઍન્ડ જૉનસનનો ભાગ હતી ત્યારે તેના બેબી પાઉડરમાં કૅન્સરકારક ઍસ્બેસ્ટોસ હોવાનો ખટલો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે પહેલો ચુકાદો આપ્યો હતો કે છ બાળકોની માતા અને દાદી થેરેસા ગાર્સિયાના મૃત્યુ માટે કેનવ્યૂ ૭૦ ટકા જવાબદાર હતી. થેરેસાનું ૨૦૨૦માં ઍસ્બેસ્ટોસના સંપર્કમાં આવવાથી મેસોથેલિયોમાં કૅન્સરના કારણે મૃત્યુ થયું હતું. કંપની પર એવો આરોપ હતો કે ટેલ્કમ-બેઝ્ડ બેબી પાઉડરમાં ઍસ્બેસ્ટોસ હોવા છતાં એનું વેચાણ કરવામાં આવ્યું હતું. શિકાગોની કોર્ટે મહિલાના મૃત્યુ માટે જૉનસન ઍન્ડ જૉનસન અને તેના એક યુનિટને ૩૦ ટકા જવાબદાર ગણાવી હતી.

જૉનસન ઍન્ડ જૉનસનનું કહેવું છે કે તેના ટેલ્ક-બેઝ્ડ પ્રોડક્ટ્સથી કૅન્સર થતું નથી અને તેણે એક સદી કરતાં પણ વધુ સમયથી તેના બેબી પાઉડરનું યોગ્ય માર્કેટિંગ કર્યું છે. 

international news united states of america cancer