20 May, 2025 12:07 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાના ૮૨ વર્ષના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડન
અમેરિકાના ૮૨ વર્ષના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડનને પ્રોસ્ટેટ કૅન્સરનું નિદાન થયું છે જે તેમનાં હાડકાં સુધી ફેલાઈ ગયું છે. તેઓ અને તેમનો પરિવાર ડૉક્ટરો સાથે સારવારના વિકલ્પોની સમીક્ષા કરી રહ્યા છે. આ કૅન્સર ગંભીર તબક્કામાં પહોંચી ગયું છે.
૨૦૨૧-’૨૫ સુધી પ્રેસિડન્ટ રહેલા બાઇડનના શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક તીવ્રતા પર ભારે નજર રાખવામાં આવી હતી. ગયા જુલાઈમાં તેમણે અચાનક ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
જાન્યુઆરીમાં પદ સંભાળ્યા પછી બાઇડનની વારંવાર ટીકા કરનારા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં બાઇડન અને તેમનાં પત્ની જિલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે ‘મેલૅનિયા અને હું જો બાઇડનના તાજેતરના તબીબી નિદાન વિશે સાંભળીને દુઃખી છીએ. અમે જિલ અને પરિવારને અમારી શુભકામનાઓ પાઠવીએ છીએ અને જો બાઇડન ઝડપથી સ્વસ્થ થાય એવી ઇચ્છા રાખીએ છીએ.’