Italyની યુવતીને એક વારમાં લગાડવામાં આવ્યા Pfizer વેક્સીનના 6 ડૉઝ, જાણો કારણ

11 May, 2021 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇટલીમાં 23 વર્ષની એક યુવતીને તાજેતરમાં જ Pfizer-BioNTech વેક્સીનના 6 ડૉઝ એક સાથે આપવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે તેના પર વેક્સીનના ઓવરડૉઝને કારણે કોઇ આડઅસર થઈ નથી.

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં કોરોના મહામારીના ફેલાવાને એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે. આ દરમિયા કેટલાય દેશોમાં લાગૂ પાડવામાં આવેલ લૉકડાઉન, આર્થિક સંકટ, મેડિકલ રિસર્ચ, ફ્રન્ટ લાઇન વર્કર્સની મહેનત સહિત કેટલાય પહેલુઓ પર અનેક સમાચાર આવ્યા છે. તો હવે કોવિડ-19 વેક્સીનને લઈને એક અજીબ ઘટના સામે આવી છે. કોવિડ-19થી લડવા માટે મોટા ભાગે વેક્સીનના બે ડૉઝ પર્યાપ્ત છે, તો ઇટલીમાં એક યુવતીને વેક્સીનના 6 ડૉઝ આપવામાં આવ્યા છે.

આ છે કારણ
23 વર્ષની આ યુવતીને તાજેતરમાં જ Pfizer-BioNTech વેક્સીનના 6 ડૉઝ આપવામાં આવે છે, તે પણ એકવારમાં. સમાચાર એજન્સી એજીઆઇએ સોમવારે જણાવ્યું કે મહિલાને આટલા બધા ડૉઝ ભૂલથી આપવામાં આવ્યા. હકીકતે, નર્સે વેક્સીનની આખી શીશી જ ભૂલથી યુવતીને ઇન્જેક્ટ કરી દીધી હતી. વેક્સીનની આ માત્રા 6 ડૉઝ જેટલી હતી.

નથી થઈ કોઇ આડઅસર
રાહતની વાત એ છે કે 6 ડૉઝ લીધા પછી પણ યુવતીની તબિયત સારી છે. સ્વસ્થ છે. તેના પર વેક્સીનના ઑવરડૉઝની કોઇ આડઅસર થઈ નથી. જોકે, વેક્સીનના ઓવરડૉઝ પછી તત્કાળ Fluids અને Paracetamol આપવામાં આવી હતી.

એએફપીના રિપૉર્ટ પ્રમાણે દેશની મેડિસિન રેગ્યુલેટરીને ઘટનાની સૂચના આપવામાં આવી છે. જણાવવાનું કે હાલ વેક્સીન 90 દેશોમાં લોકોને આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ કંપની સિંગાપુરમાં પણ વેક્સીનનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે.

international news italy coronavirus covid19