ટ્વિટરને ટક્કર આપવા મસ્ક નવી સોશ્યલ સાઇટ શરૂ કરશે?

13 August, 2022 09:35 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મસ્કે તેમના એક ફૉલોઅરે પૂછેલા સવાલના જવાબ આપતા નવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘એક્સ.કૉમ’ વિશે હિન્ટ આપી હતી

ઇલોન મસ્ક

ટેસ્લાના કો-ફાઉન્ડર ઇલોન મસ્ક અને ટ્વિટર વચ્ચેની કાયદાકીય લડાઈ ચાલી રહી છે ત્યારે મસ્ક હવે ટ્વિટરને કમ્પિટિશન આપવા તેમની પોતાની સોશ્યલ મીડિયા સાઇટ શરૂ કરી શકે છે.

મસ્કે તેમના એક ફૉલોઅરે પૂછેલા સવાલના જવાબ આપતા નવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘એક્સ.કૉમ’ વિશે હિન્ટ આપી હતી. મસ્કે કહ્યું હતું કે ‘મેં વિચાર્યું હતું કે ભૂતકાળમાં એક્સ કૉર્પોરેશનનું પુનરાગમન થઈ શક્યું હોત, જેના માટે મારી પાસે ભવ્ય વિઝન છે. આ ખરેખર ખૂબ જ ગ્રૅન્ડ વિઝન છે અને ચોક્કસ જ એને શૂન્યમાંથી શરૂ કરી શકાય છે.’ 

international news elon musk twitter