હે ભગવાન, સ્વાસ્થ્ય માટે ખિસકોલીની કિડની કાચી ખાધી, થયો બ્યૂબોનિક પ્લેગ

07 July, 2020 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હે ભગવાન, સ્વાસ્થ્ય માટે ખિસકોલીની કિડની કાચી ખાધી, થયો બ્યૂબોનિક પ્લેગ

ખિસકોલાં અને ઉંદર જેવા રોડન્ટ પ્રજાતીનાં પ્રાણીઓથી ફેલાય છે આ પ્લેગ

હવે બાકી હતું તે ચીનના (China) ઉત્તર ભાગમાં આવેલા શહેર બાયનુરમાં રવિવારે બ્યૂબોનિક પ્લેગના (Bubonic Plague) કેસ સંભળાયો છે. ચીનના સરકારી અખબાર પીપલ્સ ડેઇલીના સમાચારો અનુસાર, આંતરિક મંગોલિયન સ્વાયત્ત ક્ષેત્ર, બાયનૂરે પ્લેગના નિવારણ અને નિયંત્રણ માટે ત્રીજા સ્તરની ચેતવણી જાહેર કરી છે. બ્યૂબોનિક પ્લેગ, જેને 'બ્લેક ડેથ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘણા વર્ષો પહેલાં ફેલાયો હતો.  કોરોના વાયરસ પછી, હવે ચીનમાં બ્લેક ડેથને કારણે મોત થઇ રહ્યા છે અને લોકો તાણમાં છે. ચીનનાં કોરોનાએ તો આખી દુનિયાની ઉંઘ હરામ કરી છે પણ ચાલો જાણીએ કે શું આપણે આ બ્યૂબોનિક પ્લેગથી ડરવાની જરૂર છે ખરી..

આ પણ વાંચોઃ  Coronavrius: આજથી 102 વર્ષ પહેલાં 1918માં પણ ફેલાયો હતો કોરોના જેવો સ્પેનિશ ફ્લુ

મધ્ય યુગમાં બ્યૂબોનિક પ્લેગને બ્લેક ડેથ તરીકે ઓળખાતો, તેનો ચેપ બહુ જલદી લાગતો અને લોકો ઝડપથી મરી જતા. તે ઉંદરડા, ખિસકોલી પ્રજાતીનાં પ્રાણીઓથી ફેલાતો રોગ છે. લાંબા સમયથી બ્યૂબોનિક પ્લેગનાં કોઇ વાવડ નથી પણ ચીનથી મળેલા સમાચાર અનુસાર તેણે ફરી માથું ઉંચક્યું છે. જો કે પ્લેગનાં ત્રણ પ્રકારમાં બ્યૂબોનિક પ્લેગ સામેલ છે, જે અચાનક તાવ, માથાનો દુખાવો, શરદી અને નબળાઇનું કારણ બને છે. સોજો શરીરમાં એક અથવા ઘણી જગ્યાએ થાય છે અને લિમ્ફ નોડ્ઝમાં પણ દુખાવો થાય છે.

આ પણ વાંચોઃ   બ્લૅક ડેથ: પ્લેગગ્રસ્ત યુરોપમાં ભય અને ભરોસાની લડાઈ

બ્યૂબોનિક પ્લેગનો એક શંકાસ્પદ કિસ્સો શનિવારે બાયનુર શહેરની હૉસ્પિટલમાં દેખાયો અને તરત જ સ્થાનિક આરોગ્ય સત્તાધિશોએ લૉકડાઉન વગેરે જે પણ પ્રતિબંધ હશે તે 2020નાં અંત સુધી ચાલુ રહેશે. માનવ પ્લેગ રોગચાળો ન ફેલાય તે માટે લોકોએ સતર્ક રહેવું પડશે અને માટે જ સ્વાસ્થ્ય અધિકારીઓ ત્યાં લોકોને ચેતવી રહ્યા છે જેથી માણસથી માણસમાં આ રોગચાળો ન ફેલાય.

આ પણ વાંચો: હંટાવાઇરસ શું છે વળી? ચીનમાં દેખા દીધેલા આ વાઇરસને જાણો

દરમિયાન, રશિયાએ ચીન અને મંગોલિયાની સરહદ પર ખિસકોલીઓના શિકાર પર પ્રતિબંધ મૂક્યો છે. કઝાકિસ્તાન, ચીન અને મંગોલિયાની સરહદે રશિયાના અલ્તાઇ ક્ષેત્રમાં ખિસકોલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ લોકોને પ્લેગના ભય વિશે ચેતવણી આપવામાં આવી છે. શિન્હુઆ ન્યુઝ એજન્સીના રિપોર્ટ અનુસાર સારા સ્વાસ્થયમ ટે ખિસકોલની કિડની કાચી ખાવાને કારણે લોકોમાં બ્યૂબોનિક પ્લેગનાં લક્ષણ દેખાયા છે. આ પ્લેગનાં કિસ્સાઓ દુનિયાના અલગ અલગ ભાગમાં થતા રહે છે, છેલ્લે 2017માં માડાગાસ્કરમાં બ્યૂબોનિક પ્લેગનાં 300થી વધુ કેસ નોંધાયા હતા.

china coronavirus international news