Coronavirus Scare: બ્રોંક્સ ઝૂની વાઘણ નાદિયા હવે Covid-19 પૉઝિટીવ

06 April, 2020 11:49 AM IST  |  New York | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Scare: બ્રોંક્સ ઝૂની વાઘણ નાદિયા હવે Covid-19 પૉઝિટીવ

ચાર વર્ષની વાઘણ નાદિયા કોરોના પૉઝિટવ છે. તસવીર એએફપી

ન્યુયોર્ક, અમેરિકામાં આવેલા બ્રોંક્સ ઝૂની વાઘણ નાદિયા Covid-19 પૉઝિટીવ છે તેવી માહિતી રવિવારે ઝૂનાં સત્તાધિશોએ આપી હતી. એમ માનવામાં આવે છે કે તેના કેર ટેકર જેનામાં આ કોરોનાવાઇરસનાં લક્ષણો હતા તેને કારણે આ ચેપ તેને લાગ્યો હોઇ શકે છે.

ચાર વર્ષની આ મલાયન વાઘણ નાદિયા સહિત તેની બહેન અઝૂર, બે અમુર વાઘ અને ત્રણ આફ્રિકન સિંહોને સુકા કફની તકલીફ શરૂ થઇ હતી અને તેઓ બધાંની જ તબિયત સારી થઇ જશે તેમ ઝૂ સત્તાવાળાઓને ખાતરી છે. એએફપીમાં આપેલા વિધાન અનુસાર ઝૂ સત્તાધિશે કહ્યું હતું કે, “અમે પુરતી તકેદારી રાખીને આ વાઇલ્ડ કેટનો ટેસ્ટ કર્યો છે અને અમને ખાતરી છે કે તેની સારવાર દરમિયાન અમને Covid-19 અંગેની જેટલી માહિતી મળશે તેનો યોગ્ય ઉપયોગ કરીશું.”આ પશુઓની ભૂખ ઘટી ગઇ છે પણ બાકી તેમનું સ્વાસ્થ્ય ઓકે છે અને તેઓ વેટરનરી સારવાર હેઠળ સારો પ્રતિભાવ આપી રહ્યા છે. તેઓ પોતાના કિપર્સ સાથે પણ યોગ્ય વહેવાર કરીને પ્રતિસાદ આપી રહ્યા છે. એ ખ્યાલ નથી કે તેમને આ ડિસિઝ કેવી રીતે લાગુ પડ્યો અને જૂદી પ્રજાતી આ વાઇરસને જૂદી રીતે પ્રતિભાવ આપી શકે છે પણ ઝૂ સત્તાધિશો આ પ્રાણીઓ પુરેપુરા સાજા થઇ જાય તે માટે બનતાં બધા પ્રયત્નો કરી રહ્યા છે અને તેઓ સતત સારવાર કરી રહ્યા છે. ઝૂએ એ વાત પર ભાર મૂક્યો કે એવું કંઇ પુરવાર નથી થયું કે પ્રાણીઓને કારણે આ વાઇરસ ફેલાય છે, જે સાંભળવા મળ્યું હતું તે રોગચાળો વુહાનથી શરૂ થયો ત્યારે જ સાંભળ્યું હતું. યુએસએમાં કોઇ માણસને કોઇ જાનવરને કારણે કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો હોય તે પણ સાંભળવામાં નથી આવ્યું. માર્ચનાં અંતમાં એક પાલતુ બિલાડીને કોરોનાનો ચેપ તેના માલિકને લીધે લાગ્યો હતો તેવા સમાચાર હતા પણ તે સિવાય પ્રાણીઓ સ્વતંત્ર રીતે આપમેળે કોરોનાવાઇરસનાં લક્ષણોથી સંક્રમિત નથી થતા.પ્રાણીઓ સાથે કામ કરતા તમામ કેરટેકર્સની પણ પૂરતી કાળજી લેવાઇ રહી છે.

covid19 coronavirus international news new york city