International Anti Corruption Day 2022: જાણો આનો ઇતિહાસ અને મહત્વ

08 December, 2022 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દિવસ ઉજવવાનો ખાસ ઉદ્દેશ્ય લોકોને ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃક કરવાનો છે. દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે. આને ખતમ કરવા માટે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે ઉજવવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

International Anti Corruption Day 2022: દરવર્ષે 9 ડિસેમ્બરના (9 December) રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (International Anti Corruption Day 2022) ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ખાસ ઉદ્દેશ્ય લોકોને ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃક કરવાનો છે. દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે. આને ખતમ કરવા માટે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્વ
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્વ વિશ્વ સ્તરે કદાચાર વિશે લોકોને જાગૃત કરવાનો અને એ જણાવવાનો છે કે લોકો આનાથી કેવી રીતે બચી શકે. આ દિવસ પણ ભ્રષ્ટાચાર વિરોધી સમૂહોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભ્રષ્ટાચાર અનેક રીતે દેશના આર્થિક વિકાસને પ્રભાવિત કરે છે.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની થીમ
આ અભિયાન ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે, અધિકારીઓને ગેરકાયદેસર રીતે ધન લેતા અટકાવવા માટે ચલાવવામાં આવ્યો હતો. આની થીમ, "તમારો અધિકાર, તમારી ભૂમિકા: ભ્રષ્ટાચારને પાડો ના." નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જે હૉસ્પિટલમાં જીવ ગયો, ત્યાં જ ચારને આપ્યું જીવન

ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ
31 ઑક્ટોબર 2003ના મહાસભાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનને અપનાવ્યો અને રિક્વેસ્ટ કરી કે મહાસચિવ ડ્રગ્સ અને અપરાધ સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયને રાજ્યોની પાર્ટીઓના સંમેલનના કન્વેન્શન માટે સચિવાલય તરીકે નામાંકિત કરે. ભ્રષ્ટાચાર વિશે જાગરૂકતા વધારવા અને આનો સામનો કપવા માટે તેમજ આને અટકાવવા માટે કન્વેન્શનની ભૂમિકા માટે વિધાનસભામાં 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે નામાંકિત કર્યો. કન્વેન્શન ડિસેમ્બર 2005માં લાગુ થયું.

આ પણ વાંચો : ન્યુરાલિંકના માનવીય પરીક્ષણોમાં વિલંબ: એલન મસ્કની કંપની આવી સરકારની તપાસ હેઠળ

ભ્રષ્ટાચાર શું છે?
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ભ્રષ્ટાચાર (International Anti Corruption Day 2022) છે શું?  સામાન્ય શબ્દોમાં કહીએ તો કાયદેસર કે ગેરકાયદેસર કામ કરવા માટે આપવામાં આવતો અયોગ્ય લાભ ભ્રષ્ટાચાર કહેવાય છે. સામાન્ય શબ્દોમાં કહી શકાય કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈની પાસેથી કામ કઢાવવા માટે સરકારી કે ખાનગી સંસ્થામાં જાય છે તો વધારે પૈસા આપે છે તેને ભ્રષ્ટાચાર કહેવાય છે.

international news