UNGAમાં મહિલાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરનાર પાકને ભારતનો જડબાતોડ જવાબ

08 October, 2019 02:18 PM IST  |  સંયુક્ત રાષ્ટ્ર

UNGAમાં મહિલાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરનાર પાકને ભારતનો જડબાતોડ જવાબ

પૉલોમી ત્રિપાઠી

ભારતે જમ્મૂ અને કશ્મીરમાં રાજનૈતિક લાભ માટે મહિલાઓના અધિકારોના મુદ્દાને હથિયાર બનાવતા પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ભારતે કહ્યું કે એ વિડંબના છે કે એક એવો દેશ જ્યાં સન્માનના નામ પર મહિલાઓના જીવનના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તે ભારત વિશે પાયાવિહોણા નિવેદન આપી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ પૉલોમી ત્રિપાઠીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિના મહિલાઓની ઉન્નતિ દરમિયાન કહ્યું કે, મહાસભાની પહેલી મહિલા અધ્યક્ષા વિજયા લક્ષ્મી પંડિતને લઈને ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો સુધી, ભારતીય મહિલાઓએ પ્રેરણાનું કામ કર્યું છે.

તેમણે સમિતિની સમક્ષ કહ્યું કે, અમારે મહિલાઓના સશક્તિકરણ અને લૈંગિક સમાનતાની પ્રાપ્તિની દિશામાં કામ કરવું જોઈએ, પરંતુ રાજનૈતિક લાભ માટે માત્ર નિવેદનના માધ્યમથી મહિલાઓના અધિકારોના મુદ્દાને હથિયાર બનાવવા માટે અહીં કોઈ જગ્યા નથી. આજે, એક પ્રતિનિધિમંડળે મારા દેશના આંતરિક મામલામાં અનુચિત સંદર્ભ દઈને આ એજન્ડાના રાજનીતિકરણ કરવા માટે પસંદ કર્યું છે. અહીં તેમણે નામ લીધા વગર પાકિસ્તાનના પ્રતિનિધિમંડળ પર હુમલો કર્યો. જણાવી દઈએ કે આ સમિતિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં છમાંથી એક છે, જે સમાજિક, માનવીય મામલા અને માનવાધિકાર મુદ્દાઓ પર સંબંધિત છે.

ત્રિપાઠીએ સીધી રીતે પાકિસ્તાનનું નામ ન લીધુંસ પરંતુ પાકિસ્કાનના સંયુક્ત રાષ્ટ્રમાં માલેહા લોધી દ્વારા અપાયેલા જમ્મૂ-કશ્મીરના સંદર્ભમાં જવાબ આપી રહ્યા હતા, જેમણે સમિતિમાં પોતાના ભાષણમાં પહેલા કહ્યું હતું કે જમ્મૂ કશ્મીરમાં મહિલાઓ સંચાર બ્લેકઆઉટના કારણે પરેશાન છે. લોધીએ ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સના ફ્રંટ પેજ પર જોવા મળી રહેલી એક કશ્મીરી માતાની તસવીર સાથે કહ્યું હતું કે માતાએ પોતાના દિકરાને ગુમાવી દીધો, જેને એક સાપે ડંખી લીધો હતો, કારણ કે એ સમયે તેને સારવાર ન મળી.

પાકિસ્તાનનું નામ લીધા વગર, ત્રિપાઠીએ કહ્યું કે બીજાના ક્ષેત્ર પર તે કબ્જો કબ્જો કરતા હતા. તેમણે કહ્યું કે આ વિડંબના છે કે એક દેશ, જ્યાં તથાકથિત સન્માનના નામ પર મહિલાઓના જીવનના અધિકારીના ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તે મારા દેશમાં મહિલાઓના અધિકારોન નામ પર નિરાધાર નિવેદન આપી રહ્યા છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે લાખોની 'ડ્રીમ ગર્લ' નુસરત ભરૂચા ગુજરાતી છે!

ત્યાં જ, ત્રિપાઠીએ કહ્યું કે, યૂએનજીએ સમિતિના કિંમતી સમયનો સારી રીતે ઉપયોગ કરવા કરતા એજન્ડા પર વિચાર-વિમર્શ કરવાનું સારું રહેશે. તેમણે કહ્યું કે લૈંગિક સમાનતાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ છતા પણ દુનિયાભરમાં મહિલાઓ અને છોકરીઓને શિક્ષા, રોજગાર અને રાજનૈતિક ભાગીદારી સુધી પહોંચ માટે પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.

pakistan united nations