ભારતીય મૂળની પ્રિયા બની 'મિસ યૂનિવર્સ ઑસ્ટ્રેલિયા'

28 June, 2019 07:21 PM IST  |  ઓસ્ટ્રેલિયા

ભારતીય મૂળની પ્રિયા બની 'મિસ યૂનિવર્સ ઑસ્ટ્રેલિયા'

ભારતીય મૂળની પ્રિયા બની 'મિસ યૂનિવર્સ ઑસ્ટ્રેલિયા'

ભારતીય મૂળની 26 વર્ષની પ્રિયા સેર્રાવે મિસ યૂનિવર્સ ઑસ્ટ્રેલિયા 2019નો ખિતાબ જીતી લીધો છે. આ જીત તેણે દેશભરની 27 યુવતીઓને પાછળ છોડીને મેળવ્યો છે. આવતા વર્ષે મિસ યૂનિવર્સ સ્પર્ધામાં પ્રિયા ઑસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરશે

મિસ યૂનિવર્સ ઑસ્ટ્રેલિયાની વેબસાઈટના અનુસાર, ભારતના કર્ણાટકના બેલમાન્નુમાં જન્મેલી પ્રિયાનું પાલન-પોષણ મિડલ ઈસ્ટમાં થયું અને 11 વર્ષની ઉંમરમાં તે પરિવાર સાથે ઑસ્ટ્રેલિયા આવી ગઈ.

આ પણ વાંચોઃ ચમત્કારઃ બીજા માળથી બે વર્ષની બાળકી પડી પણ ટીનેજરે હાથમાં ઝીલી લેતાં બચી ગઈ

લૉ ગ્રેજ્યુએશન કરી ચુકેલી પ્રિયા મેલબર્નમાં નોકરી કરે છે. ઑસ્ટ્રેલિયા આવતા પહેલા તેનો પરિવાર ઓમાન અને દુબઈમાં રહી ચુક્યો છે. પ્રિયાએ કહ્યું કે, 'આ જીત તેમના માટે કોઈ આશ્ચર્ય જેવી છે.' પ્રિયાની આ પહેલી સૌંદર્ય સ્પર્ધા છે. તેમણે કહ્યું કે, 'આ પહેલા મે ન તો કોઈ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો છે. અને ન તો ક્યારેય મોડેલિંગ કર્યું છે.'

australia