26 May, 2025 07:38 AM IST | Bahrain | Gujarati Mid-day Correspondent
BJPના સંસદસભ્ય
ગઈ કાલે BJPના સંસદસભ્ય બૈજયંત જય પાન્ડાના નેતૃત્વમાં પાંચ મેમ્બરોનું ઑલ પાર્ટી ડેલિગેશન બાહરિનની રાજધાની મનામામાં પહોંચ્યું હતું. ઑપરેશન સિંદૂર થકી આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને સ્પષ્ટ કરતો સંદેશ બાહરિનના પ્રતિનિધિઓને પહોંચાડવાનું કામ કર્યા બાદ તમામ સભ્યોએ મનામામાં આવેલા ૨૦૦ વર્ષથી વધુ જૂના શ્રીનાથજી મંદિરમાં દર્શન કર્યાં હતાં. ભારતના ભાગલા પડ્યા એ પહેલાં સિંધમાંથી બાહરિન માઇગ્રેટ થયેલા થટ્ટાઈ ભાટિયા સમાજ દ્વારા આ મંદિર ૧૮૧૭માં બનાવવામાં આવ્યું હતું.
૨૦૧૯માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરના રિનોવેશન શરૂ કરાવ્યું હતું. આ પુનરુદ્ધાર પાછળ ૪૨ લાખ ડૉલરનો ખર્ચ થયેલો. આ મંદિરમાં બિરાજમાન શ્રીકૃષ્ણ સાત વર્ષના બાળગોપાલના સ્વરૂપમાં છે.