રશિયામાં આવતાં મહિને થનારા ચીન પાક. યુદ્ધાભ્યાસમાં ભારત નહીં લે ભાગ

30 August, 2020 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રશિયામાં આવતાં મહિને થનારા ચીન પાક. યુદ્ધાભ્યાસમાં ભારત નહીં લે ભાગ

પ્રતીકાત્મક તસવીર

ભારતે શનિવારે જાહેરાત કરી કે તે આવતાં મહિને રશિયામાં થનારા બહુપક્ષીય યુદ્ધાભ્યાસમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. એક અઠવાડિયા પહેલા જ ભારતે સૈન્યાભ્યાસમાં ભાગ લેવાની પુષ્ઠિ કરી હતી જેમાં ચીન અને પાકિસ્તાનના સૈનિકો પણ ભાગ લઈ શકે છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ મોડી રાતે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે ભારતે કોરોના મહામારી અને અન્ય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અભ્યાસ માટે પોતાની ટુકડી ન મોકલવાનો નિર્ણય લીધો છે. આ મામલે જાણકારોનું કહેવું છે કે સૈન્યાભ્યાસમાં ચીનની ભાગીદારી ભારતના નિર્ણયનું મુખ્ય કારણ છે.

ભારતે ગયા અઠવાડિયે રશિયાને સૂચિત કર્યું હતું કે તે 15થી 26 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ રશિયાના અસ્ત્રાખાન વિસ્તારમાં થનારા રણનૈતિક કમાન-પોસ્ટ અભ્યાસમાં સામેલ થશે. રક્ષા મંત્રાલયના પ્રવક્તા એ ભારત ભૂષણ બાબૂએ કહ્યું, "રશિયા અને ભારત નજીકના અને ગૌરવાન્વિત રણનૈતિક ભાગીદાર છે. રશિયાના નિમંત્રણ પર ભારત અનેક આંતરરાષ્ટ્રીય આયોજનોમાં સામેલ થતો રહે છે. જો કે, મહામારી અને સામાનના પ્રબંધ સહિત અન્ય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતાં ભારતે આ વર્ષે કવકાજ-2020માં પોતાની ટુકડી ન મોકલવાનો નિર્ણય કર્યો છે." તેમણે કહ્યું કે રશિયાને આ નિર્ણયથી માહિતગાર કરી દેવામાં આવ્યું છે. સમજી શકાય છે કે સેના અને વિદેશ મંત્રાલયના શીર્ષ અધિકારીઓના વિચાર-વિમર્શ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના નજીકના ઘણાં વિસ્તારોમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ગતિરોધ જળવાયેલું છે. બન્ને દેશ વિવાદને ઘટાડવા માટે સેન્ય અને રાજનૈતિક સ્તરે વાતચીત કરી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન સહિત શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના બધાં સભ્યો રાષ્ટ્રો સહિત લગભગ 20 દેશોના આ યુદ્ધાબ્યાસમાં સામેલ થવાની આશા છે. ભારતીય અધિકારીઓએ મંગળવારના વોલ્ગોગ્રાડમાં ભાગ લેનારા દેશના પ્રતિનિધિઓની બેઠકમાં ભાગ લીધો હતો જેમાં યુદ્ધાભ્યાસના અનેક પહેલુઓ પર ચર્ચા કરવામાં આવી.

સૈન્યાભ્યાસમાં ભાગ ન લેવાનો ભારતનો નિર્ણય રક્ષા મંત્રી રાજનાથ સિંહની આગામી અઠવાડિયે રશિયાની પ્રસ્તાવિત યાત્રા પહેલા લેવામાં આવ્યો છે. તે એસસીઓની એક મુખ્ય બેઠકમાં ભાગ લેવા રશિયા જવાના છે. એસસીઓના સભ્ય દેશોના રક્ષા મંત્રીઓની બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષા પરિદ્રશ્ય તથા ભૂ-રણનૈતિક ઘટનાક્રમોપર વિચાર-વિમર્શ કરી શકે છે. ભારતે પહેલા આ યુદ્ધાભ્યાસમાં ભારતીય થલ સેનાના લગભગ 150 કર્મચારીઓ, વાયુસેનાના 45 કર્મચારીઓ અને નૌસેનાના કેટલાક અધિકારીને મોકલવાની યોજના બનાવવામાં આવી હતી. રશિયા રક્ષા ક્ષેત્રમાં ભારતનો મોટો ભાગીદાર છે અને બન્ને વચ્ચે સહયોગ સતત વધતો જાય છે.

international news china pakistan russia india