ભારતના 'મેક ઈન ઈન્ડિયા' કેમ્પેઈનમાં બનેલી સ્વદેશી મિસાઈલ થશે એક્સપોર્ટ

15 May, 2019 03:17 PM IST  | 

ભારતના 'મેક ઈન ઈન્ડિયા' કેમ્પેઈનમાં બનેલી સ્વદેશી મિસાઈલ થશે એક્સપોર્ટ

'મેક ઈન ઈન્ડિયા' કેમ્પેઈનમાં બનેલી સ્વદેશી મિસાઈલ થશે એક્સપોર્ટ

આંતરરાષ્ટ્રીય નૌકાદળ અભ્યાસ પ્રદર્શન એશિયા (IMDEX) 14મેથી શરુ થઈ ચૂક્યુ છે. આ એક્ઝિબિશનમાં ભારતના અધિકારીઓ પણ સામેલ રહ્યા હતા. ભારતીય નૌસેન્યની બે યુદ્ધપોત INS કોલકાતા અને INS શક્તિ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. આ અભ્યાસમાં 30 દિવસના 23 યુદ્ધજહાજ જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં ભારતના રક્ષા મંત્રાલયના એક મુખ્ય અધિકારીએ કહ્યું હતું કે, આ વર્ષે દક્ષિણ પૂર્વ એશિયાઈ અને ખાડી દેશો સાથે થયેલા કરાર પ્રમાણે મિસાઈલનો પહેલો ઓર્ડર એક્સપોર્ટ કરશે.

કહેવામાં આવી રહ્યું છે કે, ભારત તેના રક્ષા ક્ષેત્ર માટે દક્ષિણ પૂર્વ એશિયાઈ અને ખાડી દેશોમાં એક્સપોર્ટની અસર સારી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, ભારત-રશિયા સંયુક્ત સાહસ બ્રહ્મોસ અને સંરક્ષણ કંપની એલ એન્ડ ટી ડિફેન્સ ઓફ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, દક્ષિણ પૂર્વ એશિયાઈ બજારો માટે IMDEXમાં સંરક્ષણ ઉપકરણોની એક વિસ્તૃત શ્રેણીનું એક્ઝિબિશન યોજવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો: અત્યાર સુધી 4000 પર્વતારોહી માઉન્ટ એવરેસ્ટ સર કરવા પહોંચ્યા

જણાવી દઈએ કે IMDEX 2019 એક્ઝિબિશનમાં 236થી વધારે રક્ષા કંપનીઓ ભાગ લઈ રહી છે. 10,500થી વધારે પ્રતિનિધિ અને ખરીદનારાઓ પણ ભાગ લઈ રહ્યા છે. નૌસેન્ય રક્ષા ક્ષેત્રના 400થી વધારે પ્રતિનિધિ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા સમ્મેલનમાં ભાગ લઈ રહ્યાં છે.

news