અત્યાર સુધી 4૦૦૦ પર્વતારોહી માઉન્ટ એવરેસ્ટ સર કરવા પહોંચ્યા

Published: May 15, 2019, 11:36 IST | (જી.એન.એસ.) | કાઠમાંડુ

માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પર્વતારોહીઓની સંખ્યામાં ચાલુ વર્ષે રેકૉર્ડબ્રેક વધારો

માઉન્ટ એવરેસ્ટ
માઉન્ટ એવરેસ્ટ

વિશ્વના સૌથી ઊંચા પવર્તા પર પહોંચનાર પર્વતારોહીઓની સંખ્યામાં આ વર્ષે વધારો થઈ રહ્યો છે. ૧૯૫૩માં એવરેસ્ટ સર કરનાર ઍડમન્ડ હિલેરી અને તેનજિંગ નાર્જે પહેલા પર્વતારોહી હતા. હિમાલયન ડેટા બેઝ અનુસાર ત્યારથી અત્યાર સુધી ૪૦૦૦ પર્વતારોહી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પહોંચી ચૂક્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્વતારોહીઓની સંખ્યામાં રેકૉર્ડ વૃદ્ધિ જોવા મળી છે.

હાલમાં નક્કી કરેલી રકમ ચૂકવવા માટે તૈયાર હોય તેવા તમામ આવેદનકર્તાઓને નેપાળ સરકાર મંજૂરી આપે છે. આ રકમ ૧૧ હજાર ડૉલર એટલે કે, અંદાજે ૭.૭ લાખ રૂપિયા જેટલી છે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ૩૭૮ પર્વતારોહીઓને મંજૂરી આપવામાં આવી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ૨૦૧૭માં ૩૭૩ લોકોને મંજૂરી આપવામાં આવી હતી. આમાંથી મોટા ભાગના પર્વતારોહીઓને ત્યાં ઊંચાઈ સુધી પહોંચવા માટે સ્થાનિક નેપાળી ગાઈડની જરૂર હોય છે. એનો મતલબ એ છે કે, લગભગ સૌથી ઊંચા પવર્તંની ચોટી સુધીની યાત્રા માટે ૭૫૦ લોકો આગામી સપ્તાહે ચડાઈ શરૂ કરશે. આ વર્ષ અન્ય એક રીતે પણ ખાસ છે, કારણ કે, આ વર્ષે માઉન્ટ એવરેસ્ટ ચડનારમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ હશે.

નેપાળ ઉપરાંત કેટલાક લોકો તિબ્બતવાળા માર્ગેથી પણ એવરેસ્ટની યાત્રા કરે છે. આ વખતે ઉત્તરી તિબ્બતના રસ્તેથી યાત્રા કરનારાઓની સંખ્યા ૧૪૦ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ૨૦૧૮માં ૮૦૭ પર્વતારોહીઓએ ચઢાણ શરૂ કર્યું જેમાંથી ૫ જણનાં મૃત્યુ થયાં હતાં.

આ પણ વાંચો : સાઉદી અરબની તેલ પાઈપ લાઈન પર ડ્રોન હુમલો

૨૦૧૯માં એવરેસ્ટ ચડવા માટે પરમિટ આપવાના બદલામાં સરકારે ૪ મિલિયન અમેરિકન ડૉલરની આવક મેળવી છે. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા નેપાળની સરકાર માટે આ રકમ પણ ઘણું મહત્વ ધરાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK