બ્રાઝિલે સંજીવની લઈ જતા હનુમાનની તસવીર પોસ્ટ કરી આભાર માન્યો

24 January, 2021 01:11 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

બ્રાઝિલે સંજીવની લઈ જતા હનુમાનની તસવીર પોસ્ટ કરી આભાર માન્યો

ભારત અને બ્રાઝિલની વચ્ચે મિત્રતાભર્યા સંબંધ જગજાહેર છે પરંતુ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનું અહીં અલગ જ જોડાણ દેખાય છે. ગયા વર્ષે હનુમાન જયંતી પર બોલ્સોનારોને એ ભારતે જ્યારે હાઇડ્રોક્લોરોક્વીન મોકલી તો તેમણે સંજીવની બુટ્ટી ગણાવી હતી. હવે આ ઘાતક વાઇરસની રસી પહોંચાડવા પર ફરી એક વખત ભગવાન હનુમાનને યાદ કર્યા છે.

ભારત દ્વારા કોરોના વાઇરસ રસીના ૨૦ લાખ ડોઝ મળ્યા બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો એ ટ્વીટ કરી. તેમણે ભગવાન હનુમાનની સંજીવની બુટી લઈને જાય છે તેવી તસવીર ટ્વીટ કરીને વડા પ્રધાન મોદી અને ભારતનો આભાર વ્યકત કર્યો. તેમણે હિન્દીમાં પણ ‘ધન્યવાદ’ લખીને ભારત પ્રત્યે સમર્થન વ્યકત કર્યું છે.

coronavirus covid19 international news brazil india