ભારતે શુક્રવારથી અમેરિકા,ફ્રાન્સ સાથે 'ઍર બબલ્સ' ફ્લાઇટ્સને આપી પરવાનગી

16 July, 2020 07:20 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ભારતે શુક્રવારથી અમેરિકા,ફ્રાન્સ સાથે 'ઍર બબલ્સ' ફ્લાઇટ્સને આપી પરવાનગી

ઍર ઇન્ડિયા (ફાઇલ ફોટો)

ભારતે (India) ફ્રાન્સ(France) અને અમેરિકા(America) સાથે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ અંતર્ગત આમાંથી પ્રત્યેક દેશની ઍરલાઇન્સ(Airlines)ને શુક્રવારે શરૂ થનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે કહ્યું, "જર્મની અને બ્રિટેન સાથે પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે." મંત્રીએ જણાવ્યું કે, "જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન (International Civil Aviation) કોવિડ-19 પ્રકોપ પહેલાની જ પોતાની સંખ્યા પર ફરી પહોંચે છે, મને લાગે છે કે આનો જવાબ Bilateral Air Bubblesમાં છે, જે શક્ય સંખ્યામાં લોકોને લઈ જશે પણ પરિભાષિત પરિસ્થિતિઓમાં ભારત સહિત ઘણાં અન્ય દેશોએ એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યા છે."

શું છે Bilateral Air Bubble?
ટ્રાવેલ બબલ કે પછી ઍર બબલ બે દેશો વચ્ચે હવાઇ સેવા માટે ખાસ રીતે બનાવવામાં આવેલું ઍર કૉરિડોર હોય છે, જેમાં બન્ને દેશો વચ્ચે થયેલી ડીલ મુજબ હવાઇ યાત્રાને પરવાનગી આપવામાં આવે છે. કોવિડ-19ને કારણે લાગેલા પ્રતિબંધો વચ્ચે જરૂરી શરતોનું ધ્યાન રાખીને બે દેશો વચ્ચે ઍર બબલ શરૂ કરી શકાય છે.

એક પ્રેસ મીટમાં ઍર ઇન્ડિયાના સીએમડી રાજીવ બંસલે જણાવ્યું કે વંદે ભારત મિશન હેઠળ 13 જુલાઇ સુધી ઍર ઇન્ડિયા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસ 1,103 ફ્લાઇટ્સમાં 2,08,000 ભારતીયોને વિદેશમાંથી પાછા લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ ફ્લાઇટ્સ પર લગભગ 85,289 પ્રવાસીઓને વિશ્વભરના અનેક દેશોમાં પહોંચાડવામાં આવ્યા.

united states of america great britain air india india international news france germany