ભારતે કોવિડ ઇન્ફેક્શનની દવા મોકલીને ફ્રાન્સને મદદ કરી:ફ્લોરેન્સ પાર્લી

11 September, 2020 01:08 PM IST  |  Mumbai | Agencies

ભારતે કોવિડ ઇન્ફેક્શનની દવા મોકલીને ફ્રાન્સને મદદ કરી:ફ્લોરેન્સ પાર્લી

ફ્રાન્સનાં સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પાર્લી

ફ્રાન્સનાં સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘અમારા દેશમાં કોરોનાના રોગચાળાના પૂર્ણ પ્રકોપના દિવસોમાં આવશ્યક દવાઓ મોકલીને ભારતે અમને મદદ કરી હતી. ફ્રાન્સે એ સહાયના બદલામાં ભારતમાં ઇન્ટેન્સિવ કૅર હેઠળના દરદીઓ માટે તબીબી સાધનો મોકલ્યાં હતાં. એ રીતે બન્ને દેશોએ એકમેકને સધિયારો આપ્યો હતો.’
ગઈ કાલે ફ્રાન્સનાં પાંચ રફાલ ફાઇટર જેટ ભારતના હવાઈ દળમાં સામેલ કરવાની ઔપચારિક વિધિ બાદ ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ જોડે પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓને સંબોધન કરતાં રોગચાળા દરમ્યાન દ્વિપક્ષી સંબંધોમાં નિકટતા સહિત વિવિધ મુદાની વાતચીત કરી હતી. સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રે બન્ને દેશોના સહભાગિતા ૧૯૯૮થી વિશેષ સક્રિય હોવાનો ઉલ્લેખ કરતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિમાં ભારતની કાયમી બેઠક માટેની ઉમેદવારીને ફ્રાન્સનું સક્ષમ સમર્થન દર્શાવ્યું હતું.

international news india france coronavirus covid19