જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પહેલા ભારતે જાણકારી નથી આપીઃ US

08 August, 2019 01:12 PM IST  |  વૉશિંગ્ટન

જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પહેલા ભારતે જાણકારી નથી આપીઃ US

અમેરિકાની આર્ટિકલ 370 પર પ્રતિક્રિયા

જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પાકિસ્તાથી લઈને અમેરિકા સુધી હંગામો મચી ગયો છે. જ્યાં બુધવારે પાકિસ્તાને ભારત સાથેના પોતાના વ્યાપારિક અને રાજનૈતિક સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો તો બીજી તરફ અમેરિકાએ પણ આ મામલે પોતાની વાત રાખી. અમેરિકાએ કહ્યું છે કે ભારતે આ મામલે તેમને કોઈ જાણતારી નથી આપી તે તેમની સલાહ નહોતી લીધી.


અમેરિકાએ ભારતના એ દાવાનું ખંડન કર્યું છે કે ભારતે આર્ટિકલ 370ને ખતમ કરતા પહેલા અમેરિકાને તેની સૂચના આપી હતી. સોમવારે આવેલા એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે આ પ્લાનને લઈને અમેરિકાને જાણકારી આપી હતી. સમાચાર વેબસાઈટ ધ પ્રિંટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોતાના અમેરિકી સમકક્ષ જૉન બોલ્ટનને ફેબ્રુઆરીમાં જ જમ્મૂ કશ્મીરને આપવામાં આવેલા વિશેષાધિકારોને રદ્દ કરવાની સરકારની યોજનાઓની જાણકારી આપી હતી.

આ પહેલા મંગળવારે અમેરિકાએ કહ્યું હતું કે ભારતમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ ભારતે અમને જાણકારી આપી છે. અમેરિકાએ સાથે જ તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે એક નિવેદનમાં કેટલાક કશ્મીરના નેતાઓની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી અને વ્યક્તિ અધિકારોનું સન્માન અને પ્રભાવિત લોકો સાથે વાત કરવાનો આગ્રહ કર્યો હતો.

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

ભારતના નિર્ણયથી બોખલાયું પાકિસ્તાન

આર્ટિકલ 370 હટાવવાનો ભારત સરકારનો નિર્ણય પાકિસ્તાનને પસંદ નથી આવી રહ્યો. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બાદ પાકિસ્તાને નિર્ણય લીધો છે કે તે ભારત સાથેના પોતાના કૂટનૈતિક સંબંધો ઓછા કરશે. આ સાથે જ પાકિસ્તાને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધોને પણ તોડી નાખ્યા છે. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે તેઓ કશ્મીરના મામલાને યૂએનમાં લઈ જશે.

donald trump united states of america narendra modi jammu and kashmir