03 August, 2025 12:18 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતે અમેરિકામાં ૮ નવાં કૉન્સ્યુલર સર્વિસ સેન્ટર્સ શરૂ કર્યાં છે. આ નવાં ઇન્ડિયન કૉન્સ્યુલર ઍપ્લિકેશન સેન્ટર્સ (ICACs) બૉસ્ટન, કોલંબસ, ડૅલસ, ડિટ્રોઇટ, એડિસન, ઑર્લાન્ડો, રેલે અને સૅન જોસમાં આવેલાં છે. અમેરિકામાં આવાં કેન્દ્રોની સંખ્યા ૧૬ થઈ છે અને આ મહિનાના અંતમાં લૉસ ઍન્જલસમાં ૧૭મું કેન્દ્ર પણ શરૂ થઈ જશે.
આ સેન્ટરો ભારત વીઝા અરજી, ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા (OCI) અરજી, ભારતીય પાસપોર્ટ સેવા, ભારતીય નાગરિકતાનો ત્યાગ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ્સ, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ અરજી અને દસ્તાવેજ પ્રમાણની સેવાઓ સહિતની સર્વિસ પૂરી પાડશે.