પૅન્ગૉન્ગના ઉત્તર કિનારાથી ચીનના લશ્કરે ઉખાડ્યાં તંબુ-બન્કર

17 February, 2021 03:13 PM IST  |  New Delhi | Agency

પૅન્ગૉન્ગના ઉત્તર કિનારાથી ચીનના લશ્કરે ઉખાડ્યાં તંબુ-બન્કર

ભારતની ચીન સામે કૂટનીતિક જીત

પૂર્વ લદાખના પૅન્ગૉન્ગ સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાએથી ભારત અને ચીનની સેનાઓની વાપસી-પ્રક્રિયા યોજના મુજબ ચાલી રહી છે અને આગામી ૬થી ૭ દિવસમાં વાપસીની પ્રક્રિયા પૂરી થવાની આશા છે. આ જાણકારી રક્ષા સૂત્રોએ આપી છે. સૂત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અનેક બન્કર, અસ્થાયી ચોકીઓ અને અન્ય માળખાને ઉત્તર કિનારા વિસ્તારમાંથી હટાવી દીધાં છે અને ક્ષેત્રમાં પોતાના સૈનિકોની સંખ્યા ધીમે-ધીમે ઓછી કરી રહી છે.

તેઓએ જણાવ્યું કે બન્ને પક્ષના ફીલ્ડ કમાન્ડર લગભગ દરરોજ બેઠક કરે છે જેથી વાપસી-પ્રક્રિયાને આગળ વધારી શકાય, જેને ૯ ચરણની ઉચ્ચ સ્તરીય સૈન્ય મંત્રણા બાદ ગયા સપ્તાહે અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. રક્ષા મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે પૅન્ગૉન્ગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાએથી વાપસી-પ્રક્રિયાને પૂરી થવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગશે અને બન્ને પક્ષ સૈનિકો અને ઉપકરણોની વાપસી-પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્યા છે. ૯ મહિનાના ગતિરોધ બાદ બન્ને દેશની સેનાઓ પૅન્ગૉન્ગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાથી વાપસી પર સહમત થયા એ મુજબ બન્ને પક્ષને ચરણબદ્ધ, સમન્વિત અને સત્યાપિત રીતે સેનાઓને અગ્રીમ મોરચાથી હટાવવાની છે.

india china ladakh national news new delhi