ભારતીય સીમામાં ઘુસી આવેલા ચીની સૈનિકને ભારતે મોકલાવ્યો પાછો

21 October, 2020 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભારતીય સીમામાં ઘુસી આવેલા ચીની સૈનિકને ભારતે મોકલાવ્યો પાછો

પ્રતીકાત્મક તસવીર

ભારતે ચીનના સૈનિકને છોડી દીધો છે. આ સૈનિકે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશ કર્યો હતો. સૈનિકને છોડી દેવાની માહિતી ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ દ્વારા આપવામાં આવી છે. ગ્લોબલ ટાઇમ્સના સંપાદકે કહ્યું કે એક ચીની સૈનિક, જે પૂર્વી લદ્દાખના ડેમચોક સેક્ટરમાં એલએસી પર ખોવાઇ ગયો હતો, તેને બુધવારે સવારે ભારત દ્વારા ચીની સેનાને સોંપી દેવામાં આવ્યો છે.

યાકને શોધવામાં કરી રહ્યો હતો મદદ
આ પહેલા ભારતીય સેનાએ એક નિવેદન જાહેર કર્યું હતું કે પકડાયેલા સૈનિકની ઓળખ ચીની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ના કૉરપોરલ વાંગ કે લાંગ તરીકે થઈ છે. ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી તેને ચુશિલ-મોલ્ડો સીમા પૉઇન્ટ પર ચીની સેનાને સોંપી દેવામાં આવશે. પીએલએની વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા સીનિયર કર્નલ ઝાંગ શુઇલીએ દાવો કર્યો કે ચીની સૈનિક 18 ઑઑક્ટોબરની સાંજે ચીન-ભારત સીમા પર તે સમયે ખોવાઇ ગયો હતો, જ્યારે તે સ્થાનિક લોકોની રિક્વેસ્ટ પર તેમના યાકને શોધવામાં મદદ કરી રહ્યો હતો.

ભારતે ચીની સૈનિકને પાછો સોંપવાનો કર્યો હતો વાયદો
પીએલએ સીમા પર તૈનાત સૈનિકોએ આની માહિતી ભારતીય સેનાને આપી અને આશા દર્શાવી કે ભારતીય પક્ષ તેની શોધ અને બચાવમાં મદદ કરશે. ભારતીય પક્ષે લાપતા સૈનિકને શોધીને તેની મદદ કરી અને પાછો સોપવાનો વાયદો કર્યો છે. કર્નલ ઝાંગે કહ્યું કે, ભારતીય પક્ષ પાસેથી મળેલી માહિતી પ્રમાણે લાપતા ચીની સૈનિકને શોધી લેવામાં આવ્યો છે અને ચિકિત્સકીય તપાસ પછી તેને ચીનને સોપી દેવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતીય પક્ષ ટૂંક સમયમાં પોતાનો વાયદો પૂરો કરશે અને બન્ને દેશોના વરિષ્ઠ કમાન્ડરો વચ્ચે સાતમી વારની વાતચીતમાં સહેમતિ લાગૂ પાડશે જેથી સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ જળવાઇ રહે.

ભારતીય સેનાએ રજૂ કરી માણસાઇની મિસાલ
રિપોર્ટ પ્રમાણે, તે પૂર્વી લદ્દાખના ડેમચોક સેક્ટરમાં ખોવાઇ ગયો હતો. સમાચાર એજન્સી એએનઆઇએ માહિતી આપી છે કે તાબે લેવાયા બાદ ભારતીય સેનાએ માણસાઇની મિસાલ રજૂ કરતા આ ચીની સૈનિકને અત્યાધિક ઉંચાઇ અને કઠોર જલવાયુ પરિસ્થિતિઓથી બચાવવા માટે ઑક્સીજન, ખોરાક અને ગરમ કપડા સહિત અન્ય જરૂરી મદદ કરી હતી. માનવામાં આવે છે કે તે અજાણતાં જ ભારતીય ક્ષેત્રમાં આવી ગયો હશે.

india china international news national news