મા જેવો જ લુક અને કપડાં પહેરતા દીકરાને કારણે મા-દીકરાની જોડી ફેમસ

21 April, 2019 11:17 AM IST  | 

મા જેવો જ લુક અને કપડાં પહેરતા દીકરાને કારણે મા-દીકરાની જોડી ફેમસ

સોશિયલ મીડિયા પર ફેમસ મા-દિકરાની જોડી

જ્યારે પણ ‘મૉમ ઍન્ડ મી’ની વાત આવે અથવા તો માનાં જેવાં કપડાંનું સિલેક્શન કરવાની વાત આવે ત્યારે અનાયાસે એવી જ ધારણા થઈ જાય કે એમાં માની સાથે દીકરીની વાત હશે. જોકે થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં પેપી નામનો ભાઈ તેની મમ્મી લી જેવાં કપડાં પહેરવાનું પસંદ કરતો હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

મા-દીકરાનું એક કૉમન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે જેના ચાહકોની સંખ્યા ૧,૨૮,૦૦૦થી વધુની છે. આ મા-દીકરો દરેક ચીજ જોડીમાં ખરીદે છે. નાનપણથી જ પેપીને પોતાની મા જેવા ફૅશનેબલ બનવું હતું, પણ તેને સંકોચ થતો. જોકે પુખ્ત થયા પછી પેપી એક મૅગેઝિન ચલાવે છે અને એમાંથી જ તેને પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો આઇડિયા આવ્યો. તેણે ખાસ મમ્મીની સાથે મળીને શૉપિંગ શરૂ કર્યું અને પછી મા-દીકરાનું ફૉટોશૂટ કરવાનું શરૂ કર્યું. લોકો કેવો રિસ્પૉન્સ આપે છે એ જોવા અલગ ઇન્સ્ટાગ્રામ બનાવીને શૅર કરવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ નાકનું ટીચકું ચડાવ્યું, બાકી ઘણા લોકોએ તેમની ક્રીએટિવિટીને વખાણી. બસ, ભાઈસાહેબને એમાં મજા આવવા લાગી. 

 

આ પણ વાંચો: ટોક્યોની ગલીઓમાં છેલ્લાં ૪૫ વર્ષથી છાપાંવાળો ટાઇગરના વેશમાં ફરે છે

 

હવે દર થોડાક દિવસે અને ખાસ પ્રસંગોએ તે પોતાની મા સાથેની મૅચિંગ લુકવાળી તસવીરો શૅર કરતો રહે છે. મા-દીકરાની બેલડીના ચાહકો માત્ર થાઇલૅન્ડ જ નહીં; સિંગાપોર, હૉન્ગ કૉન્ગ, મધ્ય એશિયા અને યુરોપના કેટલાક દેશોમાંથી પણ છે. પેપીનું કહેવું છે કે અમે ફોટોશૂટની તૈયારી વખતે ખાસ કોઈ એક્સપર્ટની મદદ નથી લેતા. ઘરના નોકરો જ તેમને એમાં મદદ કરે છે.

hatke news