ચાર બેડરૂમનું ઘર ફ્રીમાં વેચવાનું છે, પણ એક શરતને કારણે કોઈ લેવાલ નથી

04 May, 2019 01:45 PM IST  | 

ચાર બેડરૂમનું ઘર ફ્રીમાં વેચવાનું છે, પણ એક શરતને કારણે કોઈ લેવાલ નથી

પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના મિનેસોતા રાજ્યના જૉર્ડનશહેરમાં બાર્બકોચલિન નામનાં બહેન તેમના ચાર બેડરૂમના બંગલાને વેચવા માગે છે પણ છેલ્લાં એક વર્ષથી તેને એેમાં સફળતા નથી મળતી. તેમનો રિયલ એસ્ટેટ અને પ્રૉપર્ટી મૅનેજર આ ઘર વેચવાનો પ્રયત્ન કરીને થાકી ગયો છે.

બાર્બને આ ઘર તેની નાની પાસેથી મળેલું. તેમનાં નાનીએ 2002ની સાલમાં આ ઘર લીધેલું અને એમાં તેમણે જૂની ઍન્ટિક ચીજો સંઘરી રાખવા માટે વાપરેલું. બહારથી તો આ ઘર બહુ રૂડુંરૂપાળું લાગે છે, પણ અંદરથી ઘરમાં કંઈ દમ નથી. બાર્બ કોચલિને હવે ઘરની બહાર પાટિયું લગાવ્યું છે કે જો કોઈ યોગ્ય વ્યક્તિ મળશે તો તે આ ઘર ફ્રીમાં આપી દેવા તૈયાર છે.

જોકે શરત એટલી જ છે કે ઘરના નવા માલિકે આ ઘરને ધરમૂળથી ઊંચકીને 90 દિવસની અંદર બીજે ખસેડી દેવું પડશે. આ માટે ઘરને ઉખેડવાનો ખર્ચ 13.88 લાખ રૂપિયા અને બીજે ફિક્સ કરીને ગોઠવવાનો ખર્ચ 1 કરોડ રૂપિયા જેટલો આવશે. આમાં સોના કરતાં ઘડામણ મોંઘું હોવાથી હજી પણ ફ્રીમાં આ ઘર લેવા કોઈ તૈયાર નથી થયું.

hatke news