સમય પૂર્ણ થતા સાયરન વાગવા છતાં પણ બોલતા રહ્યા ઈમરાન ખાન

28 September, 2019 05:51 PM IST  |  યૂએન

સમય પૂર્ણ થતા સાયરન વાગવા છતાં પણ બોલતા રહ્યા ઈમરાન ખાન

ઈમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે UNGAમાં ફરી એકવાર કશ્મીરનો રાગ આલાપ્યો અને ભારતની સામે ઝેર ઓક્યું. યૂએનના મંચથી આખી દુનિયાને યુદ્ધની ધમકી આપી. અહીં તેમનો સમય ખતમ થઈ ગયો હતો, એ બાદ પણ તેઓ ત્યાં બોલી રહ્યા હતા. તેઓ મંચ પરથી હટવા માટે તૈયાર નહોતા. વડાપ્રધાન મોદીએ જ્યાં 17 મિનિટમાં પોતાનું ભાષણ ખતમ કર્યું, ત્યાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને 56 મિનિટનો સમય લીધો. જ્યારે ભાષણ દેવા માટે 15 થી 20 મિનિટનો સમય આપવામાં આવેલ હતો.

તેમના ભાષણ દરમિયાન ત્યાં લાગેલી લાલ રંગની લાઈટ ટમટમી રહી હતી, જે એ વાત તરફ ઈશારો કરી રહી હતી કે પાકિસ્તાનના વડાપ્રધાન સમય સીમા ઓળંગ્યા બાદ ભાષણ આપી રહ્યા હતા. એટલા સમયમાં તેઓ પોતાનું ભાષણ પુરું ન કરી શક્યા. તેમના ભાષણથી એવું લાગી રહ્યું હતું કે અત્યાર નહીં તો ક્યારેય નહીં.

છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ મંચ પરથી ઈમરાન ખાન આ જ રાગ આલાપી રહ્યા છે. જ્યારે આજે અમેરિકાએ ઈમરાન ખાનને વારંવાર કશ્મીરનું નામ લેવા પર લતાડ લગાવી.

તેમણે કહ્યું કે પાકિસ્તાનના મુસ્લિમોને લઈને બે તરફી વલણ જગ જાહેર છે. તેમને ચીનમાં 10 લાખથી વધુ ઉઇગર મુસ્લિમોનું ઉત્પીડન જોવામાં નથી આવતું. ચીનને 10 લાખથી વધુ ઉઇગર મુસ્લિમોને નજરબંધ રાખવામાં આવ્યા છે. અમેરિકાએ વારંવાર ઉઇગર મુસ્લિમોના ઉત્પીડનનો મામલો ઉઠાવ્યો છે. કશ્મીરમા માધ્યમથી પાકિસ્તાનનો પ્રોપગેન્ડા ઉજાગર થયો છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી.આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

જો કે ભાષણ પહેલા ઈમરાન ખાનને કહી દીધું હતું કે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં કશ્મીરને લઈને ખાસ આશા નથી. તેઓ યૂએનમાં પોતાના ભાષાણના માધ્યમથી કાંઈ પણ પુરા કરવાના મામલે આશાવાદી નથી, જ્યાં તેઓ કશ્મીરની સ્થિતિ વિશે જણાવશે.

imran khan pakistan united nations