ઈમરાન ખાને માન્યું જો ભારત સાથે યુદ્ધ થાય તો હારી શકે છે પાકિસ્તાન

15 September, 2019 10:01 AM IST  |  ઈસ્લામાબાદ

ઈમરાન ખાને માન્યું જો ભારત સાથે યુદ્ધ થાય તો હારી શકે છે પાકિસ્તાન

ઈમરાન ખાને માન્યું જો ભારત સાથે યુદ્ધ થાય તો હારી શકે છે પાકિસ્તાન

જમ્મૂ કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદથી જ પાકિસ્તાન બોખલાયેલું છે. જે બાદ સતત પાકિસ્તાન કશ્મીર મામલે રડી રહ્યું છે. તેણે આ મુદ્દાને વિશ્વ ફલક પર ઉઠાવવાનો પ્રયાસ કર્યો, જેમાં તે નિષ્ફળ રહ્યું. જેનાથી પાકિસ્તાઓનો ધૂંધવાટ વધી ગયો છે અને તે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે. જો કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના એક ઈંટરવ્યૂએ હવે પાકિસ્તાનની હવા કાઢી નાખી છે.

આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી અલ જજીરાના આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને એ વાત માની લીધી કે જો ભારત સાથે સીધુ યુદ્ધ થાય છે તો પાકિસ્તાનને તેમાં પછડાટ ખાવી પડી શકે છે. ઈમરાને ખાને આ વાત ભારતને આપેલી પરમાણુ યુદ્ધની ચેતવણીને લગતા સવાલ માટે કહી.

ઈમરાન ખાનની બે મોઢા જેવી વાત
ઈમરાન ખાને કહ્યું કે, તેને લઈને કોઈ ભ્રમ નથી કે, પાકિસ્તાન ક્યારેય પણ પરમાણુ યુદ્ધનો વિરોધી નથી. મારું માનવું છે કે યુદ્ધથી સમસ્યાઓનું સમાધાન નથી થતું. યુદ્ધના સારા પરિણામો નથી આવતા. ઈમરાન ખાનના આ નિવેદને તેના બે મોઢા વાળી વાતની પોલ ખોલી દીધી છે. જણાવી દઈએ તે તેમણે ગુલામ કશ્મીરના મુઝફ્ફરાબાદમાં બે દિવસ પહેલા જ ભડકાઉ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના યુવાનોને ઘુસણખોરી કરવા માટે ઉકસાવ્યા હતા. ઈમરાને ખાને કહ્યું કે એલઓસી પર હમણા ન જતા, હું કહીશ ક્યારે જવાનું છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ આ વસ્તુઓ જોઈને તમને આવશે તમારા બાળપણની યાદ

ભારતથી અમે જો હારી રહ્યા હોય તો...
તેમણે એ દરમિયાન એવું પણ કહ્યું કે, હું સ્પષ્ટ રીતે એ જણાવી દઉં કે જ્યારે બે પરમાણુ સશસ્ત્ર દેશ પારંપરિક યુદ્ધ લડે છે, ત્યારે આ યુદ્ધ પરમાણુ યુદ્ધ તરીકે સમાપ્ત થવાની પુરેપુરી સંભાવના છે. જો પાકિસ્તાન અને ભારતમાં યુદ્ધ થાય અને એ દરમિયાન જો અમે હારી રહ્યા હોય તો તમે આત્મ સમર્પણ કરી શકો છો અથવા તો તમારી સ્વતંત્રતા માટે અંતિમ શ્વાસ સુધી લડી શકો છો. મને ખબર છે કે પાકિસ્તાન અંતિમ શ્વાસ સુધી લડશે અને તેનું પરિણામ ભયાવહ હશે.

imran khan pakistan