ડેલ્ટા પ્લસની ગંભીરતા અવગણશો તો પાછું લૉકડાઉન આવી શકે: ડબ્લ્યુએચઓ

28 June, 2021 09:29 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

વૅક્સિનેશન તો જરૂરી છે જ, માસ્ક પહેરવાનું પણ બંધ નહીં કરતા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ સ્ટ્રેન માટે વૅક્સિનેશન ઉપરાંત માસ્ક પહેરવા તેમ જ અન્ય કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવું અતિઆવશ્યક હોવાનું જણાવતાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના રશિયાસ્થિત પ્રતિનિધિ મેલિટા વુજનોવિકે લાઇવ યુ-ટ્યુબ શોમાં કહ્યું હતું કે ‘કોવિડના નવા પ્રકાર ડેલ્ટા વાઇરસ સામેની લડતમાં માત્ર વૅક્સિનેશન પર્યાપ્ત નથી. જો થોડા સમય માટે તમામ પ્રોટોકૉલનું પાલન કરવામાં નહીં આવે તો ફરી લૉકડાઉન લાદવું અનિવાર્ય બનશે.’

વાઇરસના પ્રસારની ગતિને રોકવા કે ધીમી પાડવા માટે વૅક્સિનેશન અત્યંત અનિવાર્ય છે. જોકે તેમ છતાં વધારાનાં સુરક્ષાત્મક પગલાં તરીકે માસ્ક પહેરવું પણ હજી જરૂરી છે.

ભારતમાં માર્ચ મહિનામાં પ્રથમ જોવા મળેલા કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ પ્રકારના અસંખ્ય કેસ નોંધાયા છે.

coronavirus covid19 covid vaccine vaccination drive lockdown international news world health organization