લ્યો બોલો, વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ યુરોપમાં હીટવેવની આગાહી

24 June, 2019 11:28 PM IST  |  Paris

લ્યો બોલો, વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ યુરોપમાં હીટવેવની આગાહી

Europe : યુરોપ એ વિશ્વભરમાં સૌથી ઠંડા પ્રદેશ તરીકે જાણીતો છે. ત્યારે મળી રહેલા સમાચાર પ્રમાણે આ ઠંડા પ્રદેશમાં હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે. આમ યુરોપના લોકોએ આવું ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. યુરોપના જાણીતા દેશો ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ અને બેલ્જિયમમાં આ અઠવાડિયે ભયંકર ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે. સ્વીટ્ઝરલેન્ડને તો ધરતીનું સ્વર્ગ કહેવાય છે. આમ સ્વીટ્ઝલેન્ડમાં ફરવા આવતા લોકોને ગરમી સહન કરવી પડી શકે છે.

આ દેશોમાં ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે
આ દેશોમાં ગરમીનો પારો દરરોજ ઊંચોને ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને ફ્રાન્સમાં તો આ અઠવાડિયે તાપમાન 40 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. બીબીસીના સોમવારે પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર પેરીસમાં સોમવારે 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગામી ગુરુવાર-શુક્રવાર સુધીમાં અહીં પારો 40 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના છે. આઘાતજનક બાબત તો એ છે કે, તપમાન 40 ડિગ્રી જેટલું હશે, પરંતુ લોકોને વાસ્તવિક રીતે  47 ડિગ્રીની શરીરની ચામડીને બાળી નાખે તેવી ગરમીનો અનુભવ થશે.

ફ્રાન્સમાં લાંબા સમય બાદ હીટવેવ આવશે
મળી રહેલ માહિતી પ્રમાણે ફ્રાન્સમાં ઘણા લાંબા સમય પછી આ પ્રકારનો હીટવેવ જોવા મળી રહ્યો છે. આ અગાઉ ફ્રાન્સમાં 2003માં ભીષણ ગરમી પડી હતી, જેણે 15,000 લોકોનો બોગ લીધો હતો અને તાપમાન 44.5 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું.

ફ્રાન્સની સરકારે નાગરિકોને સીધા સુર્યપ્રકાશના સંપર્કમાં ન આવવાની અપીલ કરી
મહત્વનું છે કે ફ્રાન્સ સરકાર દ્વારા દેશના નાગરિકોને આ અઠવાડિયા દરમિયાન સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળવાની વિનંતી કરાઈ છે. આગામી સપ્તાહ સુધી લોકોને બની શકે તો જાહેરમાં ન નિકળવા માટે સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દેશના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધીનું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

પેરિસમાં કરાઈ વિશેષ વ્યવસ્થા
વિશ્વના સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા પેરિસ શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ગરમીથી રાહત આપવા માટે વિશેષ વ્યસ્વથા કરાઈ છે. શહેરમાં 900 સ્થળ પસંદ કરવામાં આવ્યા છે જ્યાં લોકો માટે વિશેષ 'કૂલિંગ ફેસિલિટી' ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ સગવડોમાં એર-કન્ડીશન્ડ પબ્લિક હોલ, અસ્થાયી ફૂવ્વારા, મિસ્ટ મશીન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પેરિસમાં આવેલા 13 જાહેર બગીચાને સ્થાનિક લોકો માટે આખી રાત ખુલ્લા રાખવામાં આવશે.

europe paris germany