કોવિડ-19 વેક્સિન પાંચ લાખ શાર્કનો ભોગ લેશે?

30 September, 2020 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોવિડ-19 વેક્સિન પાંચ લાખ શાર્કનો ભોગ લેશે?

ફાઈલ તસવીર

કોવિડ-19 વેક્સિન ડેવલપ થઈ રહી છે, વિવિધ દેશોમાં અલગ અલગ પ્રકારે આ વેક્સિનને બનાવીને તેને ચકાસવામાં આવી રહી છે. જોકે શાર્ક સપોર્ટ ગ્રુપનું કહેવું છે કે, કોવિડ-19 વેક્સિન બનાવવામાં વિશ્વમાં પાંચ લાખ શાર્કનો ભોગ લેવાશે.

કોવિડ-19 વેક્સિનમાં જે નેચરલ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે શાર્કને મારી નાખવામાં આવે છે. આ નેચરલ ઓઈલને સ્કુઆલીન કહેવાય છે જેનો ઉપયોગ દવામાં વપરાય છે, આના વપરાશથી વેક્સિનમાં પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

એક ટન સ્કુઆલીન મેળવવા માટે 3000 શાર્કની જરૂર પડે છે. આમ કેલિફોર્નિયા સ્થિત ગ્રુપ શાર્ક અલાઈસનું કહેવું છે કે, વિશ્વમાં દરેકને કોવિડ-19 વેક્સિનનો એક ડોઝ પણ લેવો પડે તો અઢી લાખ શાર્કમાંથી સ્કુઆલીન લેવુ પડશે. આમ જો દરેક વ્યક્તિએ બે ડોઝ લેવા પડે તો પાંચ લાખ શાર્કની જરૂર પડશે.

આ સ્કુઆલીન ગ્લુપર શાર્ક અને બાસ્કીંગ શાર્કમાંથી લેવાય છે, આ શાર્કની સંખ્યામાં પહેલાથી જ ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકાની એક વેબાસાઈટમાં શાર્ક અલાઈસની એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને સ્થાપક સ્ટીફેની બ્રાન્ડલે કહ્યું કે, આ મહામારીનો ક્યારે અંત આવશે તે કોઈને ખબર નથી અને હજી આવા કેટલા વર્ઝન જોવા મળશે તેનો પણ કોઈ અંદાજ નથી. આમ જો આપણે શાર્કનો ઉપયોગ કરીશું તો આગળ જતા શાર્કનો ઉપયોગ પણ આપણે એટલો જ વધારવો પડશે.

જો શાર્કનો ઉપયોગ ન કરવો હોય તો વૈજ્ઞાનિકો સ્કુઆલીનનો વિકલ્પ શોધી શકે છે જેમ કે શેરડીના કુચામાંથી સિન્થેટિક વર્ઝન. એક અંદાજ છે કે સ્કુઆલીન માટે દર વર્ષે 30 લાખ શાર્કને મારી નાખવામાં આવે છે. આ સ્કુઆલીનનો ઉપયોગ કોસ્મેટિક અને મશીન ઓઈલમાં થાય છે.

covid19 coronavirus