કોવૅક્સિનને ડબલ્યુએચઓની મંજૂરી જલદી મળવાની શક્યતા

18 June, 2021 01:47 PM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

કોરોના સામે લડવા માટે અત્યારે વૅક્સિનેશનને સૌથી પ્રભાવશાળી હથિયાર માનવામાં આવી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોએ પોતાની વેક્સિન બનાવી છે અને પૂરજોશમાં વૅક્સિનેશન કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના સામે લડવા માટે અત્યારે વૅક્સિનેશનને સૌથી પ્રભાવશાળી હથિયાર માનવામાં આવી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન જેવા દેશોએ પોતાની વેક્સિન બનાવી છે અને પૂરજોશમાં વૅક્સિનેશન કરી રહ્યા છે. ભારતે પણ સ્વદેશી વેક્સિન બનાવી છે. જોકે તેને ડબલ્યુએચઓથી અત્યાર સુધી મંજૂરી મળી નથી, પરંતુ હવે એવા સંકેત મળ્યા છે કે બહુ જ જલદી ડબલ્યુએચઓ દ્વારા ભારતની કોવૅક્સિનને મંજૂરી મળી શકે છે. કોવૅક્સિનને જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે ડબલ્યુએચઓથી ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. કંપનીએ જણાવ્યું છે કે ૬૦ દેશોમાં કોવૅક્સિન માટે રેગ્યુલેટરી અપ્રૂવલ્સની પ્રોસેસ ચાલી રહી છે. આમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકા અને બ્રાઝીલ પણ સામેલ છે. અપ્રૂવલ માટે ડબલ્યુએચઓ-જિનિવામાં એપ્લિકેશન આપવામાં આવી છે. અત્યારે વૅક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકના એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટને ડબલ્યુએચઓએ સ્વીકાર્યું છે. 

coronavirus geneva covid19 vaccination drive covid vaccine