2022 માં ભારતનું સમાનવ અવકાશ મિશન લૉન્ચ થશે

22 November, 2019 01:18 PM IST  |  Dubai

2022 માં ભારતનું સમાનવ અવકાશ મિશન લૉન્ચ થશે

ભારતીય સ્પેશ સેન્ટર (PC : Getty Images)

(જી.એન.એસ.) ભારતના અવકાશમાં પ્રથમ માનવ મિશન માટે પસંદ થયેલા ગગનયાત્રી આગામી વર્ષે રશિયાના ગાગારિન કૉસ્મોનૉટ ટ્રેઇનિંગ સેન્ટરમાં ટ્રેઇનિંગ લેવાનું શરૂ કરશે. રશિયા અવકાશ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન માનવયુક્ત મિશન માટે ભારતીય અવકાશયાત્રીઓને રશિયા ટ્રેઇનિંગ આપશે.

આ મિશન ૨૦૨૨માં લૉન્ચ થવાની આશા છે. આ મિશન હેઠળ ત્રણ ભારતીયો અવકાશમાં જશે. ભારતીય સુરક્ષા દળના પાઇલટમાંથી આ અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવશે. હજી ભારતના અવકાશમાં પ્રથમ માનવ મિશન ગગનયાન માટે ૧૨ સંભવિત યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ સપ્ટેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પ્રેસ-વાર્તામાં કહ્યું હતું કે રશિયા ભારતીય અંતરીક્ષયાત્રીઓની ટ્રેઇનિંગમાં મદદ કરશે. રશિયા અંતરીક્ષ એજન્સી રોસ્કોમોસ અંતરીક્ષ એજન્સીના ભાગ ગ્લાવકૉસમૉસના પ્રમુખ દમિત્રી લોસ્કુતોવે જણાવ્યું કે ગગનયાન માટે અંતરીક્ષયાત્રીઓની ટ્રેઇનિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. તેમણે કહ્યું કે ભારત પોતાના માનવ મિશન કાર્યક્રમને વિકસિત કરવા માગે છે. ગયા જુલાઈ મહિનામાં રોસકૉસમૉસે જાહેરાત કરી હતી કે ગ્લાવકૉસમૉસ અને ઇસરો માટે માનવ અંતરીક્ષ ફ્લાઇટ સેન્ટરે મિશનમાં મદદ માટે કરાર કર્યો છે.

world news narendra modi nasa