2020થી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકશે પર્યટકો,એક રાતનું ભાડુ થશે આટલું

08 June, 2019 01:23 PM IST  | 

2020થી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકશે પર્યટકો,એક રાતનું ભાડુ થશે આટલું

સ્પેશ સ્ટેશનમાં એક રાત રોકાવાના 25 લાખ રૂપિયા

અમેરિકા સ્પેશ સ્ટેશન એજન્સી નાસાએ કહ્યું હતું કે, 2020થી પર્યટકો ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન જઈ શકશે. નાસા અનુસાર 2020 સુધીમાં પર્યટકો માટે સ્પેશ સ્ટેશનના દરવાજા ખોલી દેવામાં આવશે. મળી રહેલ માહિતી અનુસાર સ્પેશ સ્ટેશન પર એક રાત રોકાવાનું ભાડુ 35 હજાર ડોલર એટલે કે 25 લાખ રુપિયા ચૂકવવાનું રહેશે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશન અલગથી રહેશે.

1 વર્ષમાં 12 યાત્રી કરી શકશે યાત્રા

નાસાના ચીફ ફાઈનાન્સ ઓફિસર જેફ ડીવિટે આ વિશે વાત કરતા કહ્યું હતું કે, એજન્સી હવે સ્પેશ સ્ટેશનને આર્થિક લાભો માટે ખોલી રહી છે. આ માટે માર્કેટીંગ પણ કરવામાં આવશે. 2020 પછી વર વર્ષે 2 મિશન કરવામાં આવશે જેમા કુલ 12 યાત્રીઓ સ્પેશ સ્ટેશન જઈ શકશે. આ પર્યટકોને 30 દિવસ સુધી સ્પેશ સ્ટેશનમાં રોકાવા સુધીની ઓફર આપવામાં આવશે.

અવકાશ યાત્રા માટે ખાસ વિમાનની તૈયાર થશે

પર્યટકોને સ્પેશ સ્ટેશન લઈ જવા માટે ખાસ ટ્રાન્સપોર્ટેશન વ્યવ્સ્થા કરવામાં આવી રહી છે. સ્પેશ-એક્સે અને બોઈંગ જેવી કંપની સ્પેશ સ્ટેશન સુધી પર્યટકોને લઈ જવા ખાસ વિમાન તૈયાર કરી રહ્યા છે. બોઈંગે હાલમાં જ તેના સ્ટારલાઈનર સ્પેશક્રાફ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું જ્યારે સ્પેશ-એક્સે ક્રૂ ડ્રેગન કેપ્સૂલને ટેસ્ટ કર્યું હતું. હાલ આ અતંરીક્ષ પ્રવાસ માટે દરેક યાત્રીઓને 5.8 કરોડ ડોલર એટલે કે 405 કરોડ જેટલા રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો: જપાનમાં આ કંપની DNA તપાસીને જીવનસાથી શોધી આપે છે

સ્પેશ સ્ટેશનની બનાવટના બીજ અમેરિકા અને રશિયાએ 1998માં રોપ્યા હતા. ત્યાર બાદ ધીરે ધીરે બીજા દેશો આ સ્પેશ સ્ટેશનની બનાવટમાં જોડાતા ગયા હતા. આ પહેલીવાર નથી જ્યારે કોઈ યાત્રી સ્પેશ સ્ટેશનની મુલાકાત કરશે. આ પહેલા અમેરિકન બિઝનેસમેન ડેનિસ ટીટોએ 2001માં રશિયાને 139 કરોડ રૂપિયા ચૂકવીને સ્પેશ સ્ટેશનની મુલાકાત કરી હતી.

international space station gujarati mid-day