ફ્રાન્સે આપી ચીનને ચેતવણી : મનમાની કરીને લોકોની નજરબંધી કરવાનું બંધ કરો

29 November, 2019 12:53 PM IST  |  Mumbai

ફ્રાન્સે આપી ચીનને ચેતવણી : મનમાની કરીને લોકોની નજરબંધી કરવાનું બંધ કરો

(જી.એન.એસ.) ફ્રાન્સે બુધવારે ચીનને કહ્યું કે ‘તે શિનજિયાંગમાં મોટા પ્રમાણમાં લોકોને મનમાની કરીને નજરબંધીમાં કરવાનું બંધ કરે. ખરેખર ચીને અંદાજિત 10 લાખ ઉઇગર મુસલમાન અને અન્ય મુસ્લિમ અલ્પસંખ્યકોને એવી શિબિરોમાં રાખ્યા છે જેને પેઇચિંગ વોકેશનલ સ્કૂલ (વ્યાવસાયિક વિદ્યાલય) કહેવામાં આવે છે.

ફ્રાન્સના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સંવાદદાતાને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચીન મનમાની કરીને લોકોને નજરબંધ કરવાનું બંધ કરે. વિદેશ પ્રધાન જ્યા વેસ લે ડ્રાયને ચીનને કહ્યું કે તેઓ આ શિબિરોને બંધ કરે અને સંયુક્ત રાષ્ટ્રના માનવધિકાર મામલાઓના ઉચ્ચાયુક્તને જલદીથી જલદી શિનજિયાંગ જવા દે જેથી ત્યાંની હાલત વિશે રિપોર્ટ આપી શકે. શિબિરો વિશેનો ખુલાસો નવેમ્બર મહિનાના મધ્યમાં થયો હતો, જ્યારે આનાથી જોડાયેલા દસ્તાવેજો ચીન રાજનીતિક સંસ્થાઓથી જોડાયેલા એક સદસ્યથી લીક થઈ ગયા હતા.

આ પણ જુઓ : આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

ચીને શરૂઆતમાં આ નજરબંધી શિબિરોના અસ્તિત્વ વિશે ઇનકાર કર્યો હતો, પરંતુ પછી પોતાની વાતથી ફરી જઈ અને કહ્યું કે આ વ્યાવસાયિક વિદ્યાલય છે જેનો ઉદ્દેશ શિક્ષા અને પ્રશિક્ષણ દ્વારા ઇસ્લામિક કટ્ટરપંથથી મુકાબલો કરવાનો છે.

world news france china