FATFની બેઠકકમાં પાકિસ્તાન પડ્યું અલગ, ન મળ્યો કોઈનો પણ સાથ

15 October, 2019 09:28 AM IST  |  પેરિસ

FATFની બેઠકકમાં પાકિસ્તાન પડ્યું અલગ, ન મળ્યો કોઈનો પણ સાથ

ઈમરાન ખાન

પાકિસ્તાન પર ફાઈનેન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની કડક કાર્રવાઈની તલવાર લટકવા લાગી છે. એફએટીએફની મીટિંગમાં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તે સૌથી અલગ પડી રહ્યું છે. હવે એફએટીએફ પાકિસ્તાનની સામે મોટી કાર્રવાઈ કરી શકે છે.

ફ્રાંસની રાજધાની પેરિસમાં શરૂ થયેલી એફએટીએફની બેઠકમાં તેને સુધારવાની છેલ્લી ચેતવણી સાથે ડાર્ક ગ્રે લિસ્ટમાં મુકવામાં આવી શકે છે.

FATFની બેઠકમાં ભાગ લઈ રહેલા અધિકારીઓએ કહ્યું કે જે પ્રકારના સંકેતો મળી રહ્યા છે તેનાથી સાફ છે કે ડર ફેલાવતા તત્વો અને આતંકી સંગઠનોની સામે પુરતી કાર્રવાઈ નહી કરવાના કારણે પાકિસ્તાનને કોઈ પણ દેશનું સમર્થન નહીં મળે. એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાને 27 કાર્યયોજનામાંથી માત્ર 6 પર મામૂલી કાર્રવાઈ કરી છે. એવામાં તેમની સામે સખ્ત કાર્રવાઈ કરવામાં આવી શકે છે. જો પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જવાથી ડાર્ક ગ્રે લિસ્ટમાં નાખવામાં આવી છે. FATF પાકિસ્તાન પર 18 ઑક્ટોબરે નિર્ણય સંભળાવશે. નિયમો પ્રમાણે ગ્રે અને બ્લેક લિસ્ટની વચ્ચે ડાર્ક ગ્રે લિસ્ટ છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ડાર્ક ગ્રે લિસ્ટનો મતલબ છે કે સંબંધિત દેશને સુધારવા માટે છેલ્લો મોકો આપવામાં આવે છે. FATFએ ગયા વર્ષે જૂન મહિનામાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યું હતુ અને 27 મુદ્દાઓ પર કાર્રવાઈ કરવા માટે આ વર્ષના ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. જો પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહે છે અથવા તો તેને ડાર્ક ગ્રે લિસ્ટમાં નાખવામાં આવે છે તો તેની મુશ્કેલીઓ વધી જશે. એવામાં તેના માટે વિશ્વ બેંક,આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને યૂરોપીય સંઘ પાસેથી નાણાંકીય મદદ મળવી મુશ્કેલ થઈ જશે. રવિવારે શરૂ થયેલી FATF પ્લેનરી બેઠકમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થઈ રહ્યા છે. બેઠકમાં આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ, સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક તથા અન્ય સંગઠનોના પ્રતિનિધિ પણ સામેલ છે. FATF મની લોન્ડરિંગ અને આતંકીઓને મળતા નાણાં પર નજર રાખે છે.

આ પણ જુઓઃ ગોર્જિયસ જિયા માણેકે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ, લાગી રહી છે બેહદ ખૂબસુરત

બચાવ માટે પેરિસમાં છે પાકિસ્તાનનું દળ
ઈરાન અને ઉત્તર કોરિયા સાથે FATFની બ્લેક લિસ્ટમાં નામ આવવાનીથ જોખમનો સામનો કરી રહેલા પાકિસ્તાનના નાણામંત્રી હમ્માદ અઝહરના નેતૃત્વ નીચે એક દળ પેરિસ પહોંચ્યું છે. આ દળ આતંકવાદને મળતા નાણાં અને મની લોન્ડરિંગ પર લગામ લગાવવા માટે પાકિસ્તાને લીધેલા પગલાંઓ પર પોતાનો પક્ષ રાખશે.

pakistan imran khan